પુરાવાના નાશ થવાના ભયથી કોર્ટે ચોથીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર
PNB ગોટાળા મામલે આરોપી અને ભાગેડૂ નીરવ મોદીને લંડનની કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય જજે નીરવ મોદીને લઇને સખ્ત ટીપ્પણી કરતા તે શંકા વ્યક્ત કરી કે, જો જામીન મળ્યા તો પુરાવા સાથે ચેડા થઇ શકે છે. સુનવણી દરમિયાન જજ તરફથી નીરવ મોદીના વકીલને ફટકાર લગાવવામાં આવી છે.
જજે કહ્યું કે, તેઓ તે વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે જામીન મળવા પર કોઇ પુરાવાનો નાશ કરવામાં આવશે નહી. સુનવણી દરમિયાન જજે કહ્યું કે, ભવિષ્ટમાં શું થશે કોણ જાણે છે. તેમણે કહ્યું કે, અરજીકર્તા પર ઘણાં દેશોમાં છેતરપિંડીના મામલા નોંધાયેલા છે. તેનામાં જામીન આપવી યોગ્ય નથી. નોંધનીય છે કે, કોર્ટે આ ચોથી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે.