વાયૂસેનાએ અમેરિકન રિપોર્ટને નકાર્યો, F-16ને તોડી પાડવાના પૂરાવા હોવાનો દાવો

ગુજરાત મુખ્ય સમાચાર
ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતના એફ-16 વિમાન તોડી પાડવાના દાવાને સંભવિત ખોટો સાબિત કરતા રિપોર્ટ અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જેને હવે ભારતીય વાયૂસેનાએ નકારી કાઠ્યો છે. ભારતીય વાયૂસેનાએ દાવો કરતા જણાવ્યું કે, અમારા પાઇલટે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું અને તેના દ્વારા AMRAAN મિસાઇલનો કાટમાળના પૂરાવા તરીકે અમેરિકન એજન્સીઓને સોંપ્યા હતા, જે એફ-16 વિમાનો દ્વારા ફેંકવામાં આવે છે.
જો કે તાજેતરમાં જ અમેરિકાના એર અધિકારીએ ફોરેન પોલિસીના હવાલાથી જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વિમાનોની ગણતરી પૂરી થઇ છે અને બધા જ વિમાનો હાજર છે. તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં અમેરિકન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ગણતરી ભારત માટે શંકા ઉભી કરી રહી છે અને સંકેત આપી રહી છે કે ભારતીય અધિકારીઓએ સંભવત આંતરરાષ્ટ્રીય સમુદાયને એ દિવસની સાચી ઘટના મામલે ગેરમાર્ગે દોર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી સામે ઉભી છે અને આગામી દિવસોમાં મતદાન પણ શરુ થશે. બીજી તરફ વિપક્ષ દળોએ વડાપ્રધાન મોદી પર બાલાકોટ પર વાયૂદળની કાર્યવાહીને ચૂંટણીમાં પ્રચાર માટે ઉપયોગ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જ્યારે ભાજપાના નેતૃત્વમાં પાકિસ્તાનમાં આતંકીઓ પર સખત કાર્યવાહી મામલે ભાજપા સરકાર અને પીએમ મોદીની સમગ્ર દેશમાં ભારે પ્રશંસા કરવામાં આવી હતી.