નીતી આયોગની બેઠકમાં ભારતને 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારતને વર્ષ 2024 સુધીમાં 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવાનો નક્કી કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતી આયોગની બેઠક શરૂ થઇ ગઇ છે. ભારતને 2024 સુધીમાં 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવી મોટો પડકાર છે, પરંતુ તેને હાંસલ કરી શકાય તેમ છે. આ વાત વડાપ્રધાન મોદીએ નીતી આયોગની બેઠકમાં કહી છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં દિલ્હીમાં થઇ રહેલી આ બેઠકમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને છોડીને તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યાં.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારના મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ પર જોર આપ્યું. વડાપ્રધાને હાલની લોકસભાની ચૂંટણીને દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક અભ્યાસ ગણાવ્યો. તેમણે કહ્યું કે, હવે સંમય છે કે દેશના દરેક નાગરિક ભારતના વિકાસ માટે કામ કરે. આપણે તેવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યાં છીએ, જેમા પરફોર્મન્સ, પારદર્શકતા અને ડિલીવરી પર વધારે ભાર આપવામાં આવે છે. નીતીઓને જમીન પર ઊતારવી જરૂરી છે.

તેમણે કહ્યું કે, હું ગવર્નિંગ કાઉન્સિલને અપીલ કરુ છું કે, તેઓ આવું તંત્ર બનાવવામાં મદદ કરે, જેમાં લોકોનો ભરોસો પણ હોય. તેમણે ગરીબી, બેરોજગારી, દુષ્કાળ, પુર, પ્રદુષણ, ભ્રષ્ટાચાર અને હિંસા વિરુદ્ધ મળીને લડવાનું કહ્યું છે. તેમણે કહ્યું, 2024 સુધીમાં ભારતને 5 લાખ કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય પડકારજનક છે, પરંતુ તેને નિશ્ચિતપણે હાંસિલ કરી શકાય છે. આ મુદ્દે રાજ્યથી જિલ્લા સ્તર સુધી GDP વધારવા માટે લક્ષ્ય સેટ કરવા કહ્યું છે.

દેશના ઘણાં ભાગોમાં દુષ્કાળની સમસ્યા પર પણ ગવર્નિંગ કાઉન્સિલમાં વડાપ્રધાને મળીને કામ કરવા કહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, હાલમાં જ બનાવવામાં આવેલા જળશક્તિ મંત્રાલય તેની માટે બ્લૂપ્રિંટ તૈયાર કરશે. રાજ્ય પણ પોતાના સ્તરે જળ સંરક્ષણ અને પ્રબંધનને લઇને યોજના બનાવે.