ભારતીય રેલ હવે ખાનગી ટ્રેક પર ચલાવવાની રાહ પર ચાલવા લાગી છે. પ્રથમ વખત રેલવે વિભાગે પૂર્ણ રીતે ટ્રેનોના કોચનું નિર્માણ, ટ્રેક નિર્માણ માટે સાર્વજનિક ખાનગી ભાગીદારીનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો છે. તીવ્ર વિકાસ સુનિશ્ચિત કરવાનું જણાવામાં આવ્યું છે.
રેલવે તંત્રનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઠીક કરવા માટે સરકાર દ્વારા 2030 સુધીમાં 50 લાખ કરોડ રૂપિયાના રોકાણનું અનુમાન લગાવામાં આવ્યું છે. બજેટમાં 2022 સુધી ડેડીકેટેટ ફ્રેટ કોરિડોર નિર્માણ પૂરો કરવાનું લક્ષ્યાંક છે. આ કોરિડોર તૈયાર થયા બાદ રેલ યાત્રીઓ માટે ચાલનારી ટ્રેન ઝડપથી દોડશે કારણ કે માલગાડી ડેડીકેટેડ ફ્રેટ કોરીડર પર ચાલશે.
જાણો બજેટમાંશું રહી ખાસ વાત…
- 15 હજાર વેગનનું નિર્માણ કરવામાં આવશે
- 7690 યાત્રી કોચનું નિર્માણ કરવામાં આવશે
- 725 ઇલેકટ્રિક એન્જિનનું નિર્માણ થશે
- 7000 કિમી રેલવે રૂટને ઇલેકટ્રિક કરવામાં આવશે.
- 2650 કિમી રેલ લાઇનને ડબલ લાઇન કરવામાં આવશે
- 500 કીમી નવી રેલવે લાઇનનું નિર્માણ કરાશે
- 600 કીમી રેલ લાઇનને નૈરો ગેજથી બ્રોડ ગેજમાં બદલવામાં આવશે
- પાલનપુર-મુંબઇ ફ્રેટ કોરિડોર 2021 સુધીમાં પુર્ણ કરવામાં આવશે
- માદર-પાલનપૂર ફ્રેટ રેલ સેકશન 31 માર્ચ 2020 સુધીમાં પુરુ કરાશે
- મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરીડોર પર બુલેટ ટ્રેન 2023 સુધીમાં દોડશે
- 2568 ક્રોસિંગને માનવરહિત કરવામાં આવશે

