અજિંક્ય રહાણેની સદી બાદ જસપ્રીત બુમરાહે સ્વિંહ બોલિંગે ભારતને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં 318 રનથી જીત અપાવી. રવિવારે મેચના ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝની આખી ટીમ 100 રનો પર આઉટ થઇ ગઇ. આ વિદેશ મેદાન પર ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા તેને 2017માં શ્રીલંકાને 304 રનથી હરાવ્યા હતા. તેની સાથે જ ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની શરૂઆત જીત સાથે કરી છે.
વેસ્ટ ઇન્ડીઝની સામે ભારતે જીત માટે 419 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે વિકેટ લીધી. વિન્ડીઝે તેની 9 વિકેટ માત્ર 50 રન પર ખોઇ દીધી હતી. અંતિમ વિકેટ માટે કીમર રોચ અને મૈગુઅલ કમિંસની ભાગીદારીએ તેને 100ના સ્કોર સુધી પહોંચાડી. રોચ આઉટ થનાર છેલ્લો બેટ્સમેન રહ્યો તેણે 38ના સ્કોર પર ઇશાંત શર્માએ આઉટ કર્યો કમિંસ 19 રન બનાવી નાબાદ રહ્યો.
રહાણેની સેંચુરી રહી આકર્ષણ
ભારતેતેની બીજી ઇનિંગ્સ સાત વિકેટ પર 343 રન બનાવી સમાપ્ટ ઘોષિત કરી હતી. ભારતીય ઇનિંગ્સનું આકર્ષણ અંજિક્ય રહાણે અને હનુમા વિહારીની વચ્ચે પાંચમી વિકેટ માટે 193 રનની ભાગીદારી રહી.
બુમરાહે કરી કમાલ
ભારતના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની તેની આ પહેલી મેચની પહેલી ઇનિંગ્સમાં 297 રન બનાવી વેસ્ટ ઇન્ડીઝને 222 રન પર આઉટ કરી દીધા હતા. તે બાદ બુમરાહ (પાંચ), ઇશાંતે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટનો કમાલ જોવા મળ્યો બુમરાહે વિકેટ લેવાની શરૂઆત કરી અને ઇશાંતે તેમા તેનો બરાબર સાથ આપ્યો.
બુમરાહની ધમાકેદાર શરૂઆત
બુમરાહે તેની આ પહેલી ઓવરમાં ક્રેગ બ્રેથવેટને વિકેટના પાછળ કેચ કર્યો અને તે પછી તેને તેની આગામી ઓવરમાં બીજા ઓપનર બેટ્સમેન જૉન કેંપબેલની વિકેટ લીધી. ઇશાંતે આગામી ઓવરની પહેલા બોલ પર સમર્થ બ્રુક્સને આઉટ કર્યો. બુમરાહની બોલ પર કોહલીએ શિમરોન હેટમેયરના કેચ છોડ્યો. પરંતુ ઇશાંતે આ ભૂલ ભારત પર ભારે ન પડવા દીધી. હેટમેયરે ડ્રાઇવ કરવાના પ્રયાસમાં રહાણેને કેચ આપ્યો.
બુમરાહ કરી રહ્યો હતો વેસ્ટ ઇન્ડીઝને ગુમરાહ
બુમરાહને રમવો ખૂબ મુશ્કેલ હતો અને હોલ્ડરને જીવનદાનનો ફાયદો ઉઠાવવા ન દીધો અને જલદી જ તેને પણ ઑફ સ્ટંપ હવામાં જવા દીધો. આ રીતે તે ચોથી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેનાથી વધારે વિકેટ લેવામાં સફળ રહ્યો.

