દિલ્હી હિંસાને લઇને સંસદમાં ચાલી રહેલા હંગામાની વચ્ચે મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાન માટેની માંગણીઓ પસાર કરવા માટે ‘ગિલોટિન’ નક્કી કર્યું છે. આ અંગેનો નિર્ણય સરકાર પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું હોય છે.
- મોદી સરકારે ‘ગિલોટિન’ લાવવાનું નક્કી કર્યું
- સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું
- 16 માર્ચના રોજ લોકસભામાં ગિલોટિન થશે
સરકાર દ્વારા 16 માર્ચના રોજ લોકસભામાં ગિલોટિન થશે. આવી રીતે રાજ્યસભા માટે 14 દિવસ વધુ મળી જશે. આ વચ્ચે સરકાર બે અધ્યાદેશ પણ પસાર કરશે. સરકારનો દાવો છે કે આવું પહેલી વખત થયું નથી.
UPA-2 માં હોબાળા વચ્ચે 18 બિલ પસાર કરવામાં આવ્યાં હતા. કેન્દ્ર સરકાર દિલ્હી હિંસા પર બુધવારે લોકસભા અને ગુરૂવારે રાજ્યસભામાં ચર્ચાનો પ્રસ્તાવ રાખશે. સોમવાર અને મંગળવારે હોળીના કારણે સંસદમાં રજા છે.
શું હોય છે ગિલોટિન
જૂના સમયમાં યૂરોપીયન દેશોમાં એક ‘ગિલોટિન’ નું એક પ્રકારનું યંત્ર હતું, જેનો ઉપયોગ મોતની સજા માટે થતું. પરંતુ ત્યાર બાદ આ શબ્દને અલગ-અલગ અર્થમાં ઉપયોગ થવા લાગ્યો. ભારતીય બંધારમણમાં બજેટ સત્રમાં મંત્રાલયોના અનુદાન માંગોને ચર્ચા વગર પસાર કરાવાની પ્રક્રિયાને ‘ગિલોટિન’ કહેવામાં આવે છે.
જ્યારે સામાન્ય પ્રક્રિયામાં મંત્રાલયમાં અનુદાન માગો પર ચર્ચા થાય છે અને ત્યાર બાદ સંસદ તેને સંશોધન અથવા તેના વગર પાસ કરી દે છે. પરંતુ ભારતમાં ઘણા મંત્રાલય છે જ્યાં બધી ચર્ચા થવી શક્ય નથી, એવામાં જે માગો પર ચર્ચા નહી થઇ શકતી તેના પર મતદાન કરાવીને પસાર કરી દીધું છે જેને ગિલોટિન કહેવામાં આવે છે.
કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરસંસદીય આચરણ માટે ક્ષમા માગશે તો પણ સસ્પેન્ડ રદ્દ કરવામાં આવશે નહીં.