કેન્દ્રે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 3નો વધારો ઝીંક્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સામાન્ય પ્રજા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ તેમજ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે રૂ.3નો વધારો ઝીંક્યો છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાને પગલે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાશે. આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાની સામે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલમાં રાહતને બદલે સરકારે વધુ ફાયદાનો લાભ ઉઠાવવા માટે એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી છે.

પેટ્રોલ ઉપરની વિશેષ એક્સાઈઝ ડ્યુટી રૂ.2નો વધારો કરતા પ્રતિ લિટરે રૂ.8 કરી દીધી છે જ્યારે ડીઝલમાં રૂ. 4 કરાઈ છે. આ ઉપરાંત ઈંધણ પરના રોડ સેસમાં એક રૂપિયાનો વધારો કરીને પ્રતિ લિટર રૂ. 10 કરાયો છે.

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલી ગયા બાદ ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા હતા. કેન્દ્રે એક્સાઈઝ ડ્યુટીમાં કરેલો વધારો સામાન્ય પ્રજા માટે મોંઘવારીમાં બેવડા ફટકા સમાન પુરવાર થશે. આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ભડકો થતો જોવા મળશે.