વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઉબરતા સ્ટાર બેટ્સમેન બાબર આઝમે મોટો ખુલાસો કર્યો છે. બાબરે કહ્યું કે તે બેટ્સમેનમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે.
રવિવારે થનારા આ મુકાબલા પહેલાં બાબરે જણાવ્યું કે તે વિરાટ કોહલીનો વીડિયો જોઇને પોતાની બેટિંગ મજબૂત કરી રહ્યો છે. મેચના તણાવ અને દબાણ વચ્ચે બાબરે કહ્યું કે તેને તે જણાવવામાં કોઇ શરમ નથી અનુભવાતી કે તે વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે અને તેનો વીડિયો જોઇને બેટિંગ શીખે છે.
બાબરે જણાવ્યું કે તેને શીખવું ગમે છે અને તે હંમેશા પોતાના ખેલમાં સુધારના પ્રયાસ કરતો રહે છે. તે ઇચ્છે છે કે વિરાટની જેમ મેચ વિનર બને. ટીમની તૈયારીઓ પર બાબરે કહ્યું કે ચેમ્પિન્સ ટ્રોફીમાં જીત બાદથી ટીમનું મનોબળ વધ્યું છે અને તે ઉમદા પ્રદર્શન કરશે.
જણાવી દઇએ કે પાકિસ્તાને હજુ સુધી ફક્ત એક જ જીત હાંસેલ કરી છે જે તેણે ઇંગ્લેન્ડ સામે મેળવી છે. આ મેચમાં બાબરે 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

