પરિણીતિ પણ ચાલી હોલિવૂડમાં ડગ માંડવા, કરી રહી છે આ એક્ટ્રેસની રિમેકમાં કામ

ફિલ્મ જગત

એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ હોલિવૂડની થ્રિલર આધારિત રિમેક છે. ધ ગર્લ ઓન ધ ટ્રેન નામની ફિલ્મમાં લીડ કેરેક્ટર એમિલી બ્લંટે રોલ કર્યો હતો. પરિણીતીએ તેના તાજેતરના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેની એમિલી બ્લંટ સાથે તુલના થઈ શકે છે.

તે કહે છે કે હું બહુ લકી છું કે મને આ ભૂમિકા કરવાની તક મળી છે. જેને એમિલીએ સ્ક્રીન પર સારી રીતે કરી હતી. તેને આ ભૂમિકા સાથે તેની એક્ટિંગ રેજને સાબિત કરી છે. ડિપ્રેશનથી પીડિત મહિલાના કેરેક્ટર સાથે તેને સાબિત કર્યું છે કે તે હોલિવૂડની ટોપ અદાકારા છે. તેણે કહ્યું કે જ્યારે કોઈ એક્ટર સારી ફિલ્મની રિમેકમાં કામ કરે તો લોકોની ઉમ્મીદ અને તુલના વધી જતી હોય છે.

મને લાગે છે કે ઓડિયન્સ ફિલ્મને જોઈને ઓરિજિનલ ફિલ્મ સાથે તુલના કરે. મને લાગે છે કે એવું જ મારી અને એમિલીના કેરેક્ટર સાથે થશે. પરિણીતી કહે છે કે ઓરિજિનલ ફિલ્મને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે, મને આશા છે કે અમારી ફિલ્મ પણ એટલી ઊંચાઈ પર પહોંચે. હું અત્યારે બંને ફિલ્મોની તુલના નથી કરી રહી, કેમકે આ ફિલ્મમાં મારે સારું પરર્ફોમન્સ આપીને દર્શકોને એક સારી એક્ટ્રેસ આપવા માગું છું.