વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનથી વાઘા બોર્ડર સુધી લાવનાર આ મહિલા કોણ છે ?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી થઈ. ધરપકડના ૬૦ કલાક બાદ ૯.૧૦ કલાકે પાક અધિકારીઓએ અમૃતસરના અટારી બોર્ડર પર અભિનંદનની ભારતને સોંપણી કરી હતી. આ દરમિયાન તેમની સાથે એક મહિલા પણ હતી. લોકો જાણવા ઈચ્છે છે કે આખર આ મહિલા હતી કોણ ? લોકો માનતા હતા કે તેમની પત્ની કે પરિવારના સભ્ય હશે, પરંતુ આવું નથી તેઓ પાક વિદેશ કાર્યાલયમાં ડાયરેકટર ડો. ફરીહા બુગતી હતા. ડો. બુગતી એક એફએસપી (ભારતના આઈએફએસ બરાબર) અધિકારી છે અને પોતાના વિદેશ કાર્યાલયમાં ભારતના મામલા સંભાળતા પ્રભારી છે. અત્રે નોંધનીય છે કે તેઓ પાક જેલમાં બંધ કુલભૂષણ જાધવના મામલાને સંભાળનાર મુખ્ય પાક અધિકારીઓમાંથી પણ એક છે. જાધવ પર ભારતીય જાસુસ હોવાનો આરોપ છે.