લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે સુરતને ઉપરાછાપરી બીજી મોટી ભેટ ધરી છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના સેક્રેટરી જી.સી. મુર્મુની અધ્યક્ષતા હેઠળની પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. મેટ્રોરેલનો આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ(એસપીવી)ની રચના કરીને હાથ ધરશે. પાંચ વર્ષમાં તેનો પૂરો કરવા માટેનો પ્રયાસ કરશે. બુધવારે દિલ્હીમાં પીઆઈબીની બેઠકમાં ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશનના એમ.ડી. ડો. આઈ.પી. ગૌતમે સુરત મેટ્રોરેલના ડીપીઆરનું પ્રેઝન્ટેશન કર્યું હતું. કેન્દ્રનું રેલવે બોર્ડ, નીતિ આયોગ, નાણાં વિભાગના સેક્રેટરી, નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરી પણ હાજર હતાં.

