રાફેલ ફાઈલોની ચોરી અંગે વડાપ્રધાન સામે કાર્યવાહી કરોઃ રાહુલ આક્રમક

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રાફેલ સોદાની ફાઈલો ગૂમ થઈ ગયાનો એકરાર કર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી આ મામલે ભાજપ અને વડાપ્રધાન મોદીને ભીસમાં લેવાનું શરૂ કર્યું છે. આજે દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ સોદાની બાયપાસ સર્જરી કરી નાખી છે તેથી હવે તેમને બચાવવા માટે આખી સરકાર કામે લાગી ગઈ છે અને સોદા સાથે જોડાયેલી ફાઈલો ગુમ કરવાનું શરૂ કરી દેવાયું છે. ફાઈલો ગુમ થવાનો મતલબ મારા આરોપો સાચા જ છે તેમ જણાવતાં રાહુલે કહ્યું કે આખી સરકાર ચોકીદારને બચાવવા લાગી ગઈ છે પરંતુ તેઆે ગમે એટલા પ્રયત્નો કરે પરંતુ તેમને સફળતા મળવાની નથી.

 

રાહુલે વધુમાં કહ્યું કે અનિલ અંબાણીને કારણે હજુ સુધી દેશમાં રાફેલ વિમાન આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે મોદીએ તાજેતરમાં જામનગરની એક સભામાં કહ્યું હતું કે યુપીએને કારણે હજુ સુધી દેશને રાફેલ વિમાન મળ્યું નથી. આ અંગે રાહુલે કહ્યું કે જો અત્યારે યુપીએ શાસનમાં હોત તો રાફેલ વિમાન આવી જ ગયા હોત પરંતુ ભાજપને ભ્રષ્ટાચારમાં જ રસ હોય હવે તે ભ્રષ્ટાચારની ફાઈલો ગુમ કરાવવા મથામણ કરી રહી છે.

સરકારનું કામ જ ગાયબ કરવાનું છે તેવો આરોપ લગાવતાં રાહુલે કહ્યું કે દેશમાંથી રોજગાર, જીએસટી, નોટબંધી સહિતની વસ્તુઆે પણ ગાયબ થઈ ગઈ છે જેને ગાયબ કરવામાં સરકારનો મોટો હાથ છે. હવે દેશમાં સરકારે ‘ગાયબ થઈ ગયા’નું એક નવું જ સૂત્ર અખત્યાર કરી લીધું છે. રાફેલ સોદાની ફાઈલોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વડાપ્રધાન કાર્યાલય આે સોદામાં દખલઅંદાજી કરી રહ્યું હતું.