પાડોસી મુલ્ક પાકિસ્તાનમાં ચાંદને લઈ બબાલ થઈ છે. પીએમ ઈમરાન ખાનની કેબિનેટમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિ્ટર ફવાદ ચૌધરીએ એક એવું નિવેદન આપ્યું છે જે બાદ તેઓ સતત દેશના રૂઢિવાદી મૌલવિઓના નિશાના પર બની ગયા છે. ફવાદનું નિવેદન રમઝાનની શરૂઆતમાં ચાંદને જોવાને લઈ જોડાયેલું છે. દર વર્ષે આ વાતને લઈ ભારે કન્ફ્યૂઝન રહે છે કે રમઝાનના પવિત્ર મહિનામાં રોજા કઈ તારીખથી રાખવામા ંઆે. ફવાદ ચૌધરીએ આના પર વિજ્ઞાન અને લેટેસ્ટ ટેક્નોલોજીનો સહારો લેવાની વાત કહી છે. આ વાત પર દેશના મૌલવી ભડકી ઉઠ્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
મુસ્લિમ કેલેન્ડરના નવમા અને સૌથી પવિત્ર મહિના રમઝાન, ઈદની રજ અને શોક વાળા મહિના મોહર્રમ ક્યારે મનાવવામાં આવે, તેનો ફેસલો અમાસના બાદ આવતા નવા ચાંદને જોઈ નક્કી કરવામાં આવે છે. પાકિસ્તાનમાં મૌલવિઓની આગેવાની વાળી ચાંદ જોવાની કમિટી તરફથઈ આ અંગે એલાન કરવામાં આવે છે. દશકોથી આની સત્યતાને લઈ વિવાદ પણ થતો રહે છે. પાંચ મેના રોજ ફવાદ ચૌધરીએ એક વીડયો ટ્વીટ કર્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે રમઝાન, ઈદ અને મોહર્રમના અવસર પર દર વર્ષે ચાંદ જોવાને લઈ વિવાદ થાય છે. ચાંદ જોવા અને ગણતરી કરવા માટે મૂનલાઈટિંગ કમિટી જૂની ટેક્નિક દૂરબીનનો સહારો લે છે. જ્યારે લેટેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ છે અને તેની મદદથી આપણે અંતિમ અને વાસ્તવિક તારીખની ગણતરી કરી શકીએ છીએ ત પછી સવાલ એ છે કે આપણે આધુનિક ટેક્નિકનો સહારો કેમ નથી લઈ રહ્યા?