અધીર રંજને કહ્યું- 1948થી કાશ્મીરનો મુદ્દો યુએન જોઈ રહ્યું છે તો અંદરનો કઈ રીતે ? સોનિયા-રાહુલ નારાજ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભામાં મંગળવારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જયારે ગૃહ મંત્રી અમિત શાહએ આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સાથે તેમની કાશ્મીર મુદ્દાને લઈને ચર્ચા થઈ હતી. ચૌધરીએ સંસદમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો 1948થી સંયુક્ત રાષ્ટ્ર(યુએન) જોઈ રહ્યું છે અને ત્યારે શું આ મામલો અંદરનો હોઈ શકે છે ? તેની પર અમિત શાહે જવાબ આપ્યો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના માટે કાયદો બનાવવાનો સંસદની પાસે સંપૂર્ણ અધિકાર છે.

રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ નેતાએ સંસદમાં કરેલા નિવેદનથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નારાજગી જાહેર કરી છે. એનડીએના સભ્યોએ વિરોધ બાદ અંધીર રંજન ચૌધરીએ પણ સંસદમાં કહ્યું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.

સરકાર કાશ્મીર મુદ્દા પર પ્રકાશ પાથરેઃ ચૌધરી

ચૌધરીએ ચર્ચા દરમિયાન કહ્યું- તમે કહો છો કે આ મામલો અંદરનો છે. પરંતુ 1948થી યુએન આ મામલને જોઈ રહ્યો છે. તો શું એ અંદરનો મામલો કહેવાય ? આપણે શિમલા કરાર અને લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શું આ અંદરનો મામલો છે કે પછી દ્રિપક્ષીય ? એસ જયશંકરે થોડા દિવસો પહેલા કાશ્મીર મુદ્દા પર અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને કહ્યું હતું કે આ મામલો દ્રિપક્ષીય છે અને એવામાં તમે તેમાં દખલ ગીરી ન કરો. શું જમ્મુ-કાશ્મીર હજુ પણ અંદરનો મામલો છે. અમે જાણીએ છે, સમગ્ર કોંગ્રેસ પાર્ટી જાણે છે કે તમે તેની પ્રકાશ પાથરો. સરકાર પીઓકે વિશે વિચારી રહી નથી.

શાહ બોલ્યા- પીઓકે અને એક્સાઈ ચીન માટે જીવ પણ આપી દઈશું

અધીર રંજન ચૌધરીના નિવેદન પર અમિત શાહે કહ્યું- ભારત અને જમ્મુ-કાશ્મીરના સંવિધાનમાં એ સ્પષ્ટ છે કે આ હિસ્સો ભારતનું અભિન્ન અંગ છે અને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદનો તેના માટે કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે. જયારે હું જમ્મુ-કાશ્મીરની વાત કરું છું તો તેમાં પીઓકે અને એક્સાઈ ચીન પણ આવે છે. અમે તેના માટે પોતાનો જીવ પણ આપી દેશે.

ચૌધરીનું નિવેદન કેન્દ્રના 10 વર્ષ જુના સ્ટેન્ડથી ઉલટું

ચૌધરીનું નિવેદન કાશ્મીર પર કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષના સ્ટેન્ડથી ઉલટ છે. ભારત સરકાર હમેશાથી ભારત અને પાકિસ્તાન માટે નિમણૂંક કરવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના સૈન્ય પર્યવેક્ષકો(યુએનએમઓ જીઆઈપી)નો પણ વિરોધ કરતી રહી છે. યુએનએ 1949માં જમ્મુ-કાશ્મીરમાં તેમની નિમણૂંક ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ વિરામ પર નજર રાખવા માટે કરી હતી. 1972માં સિમલા કરાર બાદ ભારતે યુએનના આ કદમનો વિરોધ વધાર્યો હતો. ભારત હમેશાથી કાશ્મીરને તેનું અભિન્ન અંગ ગણાવતું આવી રહ્યું છે અને તેની પર કોઈ પણ રીતે થર્ડ પાર્ટીના હસ્તક્ષેપને વખડતું આવ્યું છે. જોકે પાકિસ્તાન હમેશાથી અહીં થર્ડ પાર્ટીની દખલની વાત કરી રહ્યું છે. 2014માં ભારતે યુએનએમઓજીઆઈપીને દિલ્હીમાં એલોટ કરવામાં આવેલા બંગલો પણ ખાલી કરવા માટે કહ્યું હતું.