નજરકેદમાં રહેલા ફારૂક અબ્દુલાને આ પ્રતિનિધિમંડળ મળી શકશે, તંત્રએ આપી મંજૂરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરના સરકારી તંત્રએ નેશનલ કોન્ફ્રેન્સના જમ્મુ યુનિટના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી છે. ફારૂક અને ઓમર બંને પાંચ ઓગષ્ટથી નજરકેદ છે. પાર્ટીના પ્રવક્તા મદન મંટૂએ આ અંગે જાણકારી આપી છે. જમ્મુ નેશનલ કોન્ફ્રેન્સનું આ પ્રતિનિધિમંડળ રવિવારે બંને નેતાઓને મળશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદથી નેતાઓ અને ભાગલાવાદીઓને નજરકેદ કરવામાં આવ્યા છે. કોઇને પણ નેતાઓ અને ભાગલાવાદીઓને મળવાની મંજૂરી નથી.