પ્રિયંકાએ કહ્યું-‘હાઉડી મોદી’ છતા અમેરિકામાં ભારતીયોની સૌથી વધારે H-1B વિઝા એપ્લિકેશન રદ

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે H-1B વિઝા એપ્લિકેશન રદ કરવા અંગેના રિપોર્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. બુધવારે સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ પ્રશાસની કડક નીતિઓના કારણે અમેરિકામાં ભારતીય IT કંપનીઓના H-1B વિઝા એપ્લિકેશન સૌથી વધારે રદ કરાઈ છે.

પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન જીએ અમેરિકા જઈને તેમનો ‘હાઉડી મોદી’કાર્યક્રમ તો કરી આવ્યા પણ અમેરિકાએ ત્યાં સારુ કામ કરવાની ઈચ્છા રાખનારા ભારતીય લોકોના H-1B વિઝા નામંજૂર કરવામાં વધારો કરી દીધો છે. ભાજપ સરકારને દરેકે એક સવાલ તો પુછવો જ જોઈએ કે તેમના કાર્યકાળમાં કોણું ભલું થઈ રહ્યું છે. બીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે, દેશમાં અર્થવ્યવસ્થાની પરિસ્થીતિ બગડતી જાય છે. રોજગારી ઘટી રહી છે. શાસન કરનારા તેમની જ મસ્તીમાં મસ્ત છે, અને જનતા ત્રસ્ત છે.

આ નાણાંકીય વર્ષની ત્રીજા ત્રિમાસિકમાં વિઝા રદ કરવાની ટકાવારી 24%
અમેરિકન થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી દ્વારા કરાયેલા અભ્યાસ પ્રમાણે, વિઝા રદ કરવાનો દર 2015માં 6% હતો, તો બીજી તરફ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં આ ટકાવારી 24%એ પહોંચી ગઈ છે. આ રિપોર્ટ US સિટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસેઝથી મળી આવેલા આંકડાઓ પર આધારિત છે.

H-1B વિઝા વિદેશી કર્મચારીઓને આપવામાં આવે છે
H-1B વિઝા બિન આક્રમક વિઝા છે. આ વિઝા અમેરિકન કંપનીઓ દ્વારા એવા વિદેશ કર્મચારીઓને આપવામાં આવે છે, જેમને વિશિષ્ઠ યોગ્યતા વાળા કર્મચારીઓની જરૂર હોય છે. ટેકનીકલ ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોથી લાખો કર્મચારીઓની નિમણૂક આની પર જ આધારિત હોય છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને ભારતીય કંપનીઓને નિશાન બનાવી છે અને અહીંની કંપનીઓને H-1B વિઝા એપ્લિકેશન સૌથી વધારે રદ કરાઈ છે.

10મી નવેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક
પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ વર્કિંગ કમિટિ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલા અંગે નવી દિલ્હીમાં રવિવારે બેઠક કરશે. કોર્ટ 17નવેમ્બર પહેલા ક્યારે પણ નિર્ણય સંભળાવી શકે છે. આ સાથે જ 18 નવેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળું સત્ર પહેલા મહત્વપૂર્ણ રાજકીય મુદ્દાઓ અને આર્થિક મંદી અંગે પણ ચર્ચા થઈ શકે છે.