જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ભારે વરસાદની અસર આમ જન-જીવન પર પડી છે. બરફ વરસાદ દરમિયાન થયેલા બે અકસ્માતમાં 2 જવાનો સહિત 6 લોકોના મોત થયા. શ્રીનગર અરપોર્ટ પર લો વિઝિબિલિટીના કારણે તમામ ઉડાનો રદ કરવામાં આવી. શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ થઈ ગયો છે.
કુપવાડામાં હિમસખ્લન, બે લોકોના મોત
શ્રીનગરના લાનગેટ વિસ્તારમાં લો વિઝિબિલિટીના કારણે સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં રાઈફલમેન ભીમ બહાદુર અને ગનર અખિલેશ કુમારનું મોત થયું છે. કુપવાડામાં હિમસખ્લનના કારણે સેનાની પોસ્ટ પર માલ ટ્રાન્સપોર્ટેશનનું કામ કરી રહેલા બે લોકોના મોત થયા છે. તેમાં મજૂર અહમદ અને ઈશાક ખાન છે. આ જ રીતે શ્રીનગરમાં ઈલેક્ટ્રિસિટી વિભાગના એક કર્મચારી અને હબાક વિસ્તારમાં એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું.
અગામી 24 કલાક બરફ વરસાદનું એલર્ટ
શ્રીનગર એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાન અને લો વિઝિબિલિટીના કારણે તમામ ઉડાનો બંધ કરવામાં આવી છે. અગામી 24 કલાક સુધીમાં કોઈ સુધારાની શકયતા નથી, કારણે કે મોસમ વિભાગે બરફના વરસાદની એલર્ટ આપી છે. અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે સવારે રનવેને સાફ કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જોકે બરફના વરસાદના કારણે તે પુરું ન થયું. અન્ય એક અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી બરફનો વરસાદ બંધ નહિ થાય અને વિઝિબિલિટીમાં સુધારો નથી થતો, ત્યાં સુધી ઉડાનો શરૂ કરી શકાશે નહિ.
શ્રીનગરનો સંપર્ક તૂટ્યો
પીર પંજાલમાં રાજૌરી સ્થિત મુગલ રોડ સંપૂર્ણ રીતે બંધ થયો. ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીએ ન્યુઝ એજન્સીને કહ્યું કે ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરને દૂરના વિસ્તારો જેવા કે ગુરેજ, માછિલ, કેરન અને તંગધારની સાથે જોડનાર રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. હાઈવે પર લગભગ 2000 વાહનો ફસાયા છે.
ગુલમાર્ગમાં સૌથી વધુ બરફનો વરસાદ
અધિકારીઓના જણાવ્યા મુજબ, શ્રીનગરમાં ગુરુવારે સવાર સુધીમાં 11 સેમી. સુધી બરફનો વરસાદ થયો, જ્યારે ઘાટીના ગેટવે શહેર કાજીગુંડમાં 12 સેમી. સુધી વરસાદ થયો. ગુલમર્ગમાં સૌથી વધુ 62 સેમી સુધીનો બરફનો વરસાદ થયો. શ્રીનગરનું તાપમાન બુધવારે રાતે શૂન્યથી નીચે 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. મંગળવારે દિવસનું તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.