રાજ્યના સ્પોટ્સ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છાતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે સરકાર દ્વારા જ બનાવવામાં આવેલી વેબસાઈટના કારણે કેટલાક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ રમવાથી વંચિત રહે છે. આ ઉપરાંત કેટલાક ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધાના વેન્યુ અને ટાઈમિંગની માહિતી મળતી નથી. ખેલાડીઓને પડતી મુશ્કેલીનું કારણ એ છે કે, સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી વેબસાઈટ છેલ્લા એક મહિનાથી કામ કરતી નથી. એક મહિનાના સમયથી બરાબર કામ કરતી હોવાના કારણે રાજ્ય સરકારના આયોજનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
આ સમગ્ર મામલે DSO દિનેશ કદમે જણાવ્યું હતું કે, આ વેબસાઈટ પહેલા ખેલાઓને તાત્કાલિક તેમને સર્ટીફીકેટ આપવામાં આવતા હતા પરંતુ વર્ષ 2019ના ખેલ મહાકુંભમાં ભાગ લેનારા ખેલાડીઓ તેમનું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકે તે પ્રકારે આ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી વેબસાઈટ બંધ હોવાના કારણે અમે વેબસાઈટ પર ડેટા અપલોડ કરી શકતા નથી અને અમારે વિજેતા ખેલાડીઓની માહિતી મેળવવા માટે જિલ્લા કક્ષાની કચેરીનો સંપર્ક કરવો પડે છે.
આ સમગ્ર મામલે સ્પોર્ટ્સ-યુથ અને કલ્ચરલ મિનિસ્ટર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, અઠવાડીના સમયમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઇ થશે અને બધા ખેલાઓને પોતાના સર્ટીફીકેટ મળી જશે.
આ ઉપરાંત રાજ્યની સ્પોટ્સ સ્કૂલના ટ્રેનરો અને કોચોએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિભાગીય અગ્ર સચિવ સી.વી. સોમ સામે પગલાં લેવા અને તેમની બદલી કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. રજૂઆત કરવાનું કારણ એ હતું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિભાગીય અગ્ર સચિવ સી.વી. સોમ દ્વારા રાજ્યની સ્પોટ્સ સ્કૂલોમાં ટ્રેનીગ આપતા ટ્રેનરો અને કોચ સાથે કુલ 150 કેટલા લોકોને નોટીસ આપીને છુટ્ટા કરવામાં આવ્યા હતા.

