સેક્યુલર નેતાઓએ મુસ્લિમોને કેમ ન આપી લીડરશીપ- પીએમ મોદી

મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મનિરપેક્ષતાને લઈને વિપક્ષ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, જે સાંસદ, ધારાસભ્ય પોતાને સેક્યુલર કહે છે, શું તેઓએ કોઈ મુસ્લિમને નેતૃત્વ આપ્યું છે?

અંગ્રેજી અખબાર The Indian Expressને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજના અનેક લોકોને લાગે છે કે તેમને હજુ પોતાની રાષ્ટ્રભક્તિની પરીક્ષા આપવી પડે છે. ચૂંટણી કવરેજ દરમિયાન તેમાંથી અનેક નેતાઓમાં એક પ્રકારનનો ખચકાટ જોયો. તેમની ફરિયાદ છે કે તેમની ભાગીદારી નથી.

આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, આ સ્થિતિ તે લોકો દ્વારા ઊભી કરવામાં આવી છે જે વોટ બેંકનું રાજકારણ કરે છે. તેમનો એક વોટની જેમ ઉપયોગ કર્યો અને મેનસ્ટ્રીમમાં ન લાવ્યા. તેઓ કેમ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પોતાના નથી માનતા. આ સવાલ તેમને પૂછવો જોઈએ. શું એ આપણું કામ નથી કે આપણે તેમને શિક્ષિત કરીએ? જો એમપી/એમએલએ પોતાને સેક્યુલર કહી રહ્યા છે શું તેઓએ કોઈ મુસ્લિમને નેતૃત્વ આપ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ છે, શું આ પદ કોઈ મુસ્લિમને ન મળી શકે? તેઓ આ બાબતને સુનિશ્ચિત કેમ નથી કરતા? પીઅમે કહ્યું કે, જ્યાં સુધી દલિતો, આદિવાસીઓનો સવાલ છે, મારું માનવું છે કે દલિતો, આદિવાસીઓ, મુસલમાનોને કેમ અધ્યક્ષ ન બનવું જોઈએ? રાજકારણમાં બધું કેમ ન થવું જોઈએ? પત્રકારત્વમાં મુસલમાનોને પ્રમુખ કેમ નથી બનાવવામાં આવતા? તમે કેમ આવું રાખ્યું છે? અમે જવાબદારી છીએ? અમે હમણાં જ આવ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ માટે બીજો કાર્યકાળનો અનુરોધ કર્યો હતો. અબ્દુલ કલામમાં શું ખોટું હતું? અમારું માનવું હતું કે તેમને સામાન્ય સહમતિથી વધુ એક કાર્યકાળ આપવો જોઈએ, પરંતુ આવું ન કરવામાં આવ્યું.