મુંબઇમાં જુહુ વિસ્તારમાં આવેલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના જાણીતા પ્રતિક્ષા બંગલાનો એક હિસ્સો મુંબઇ કોર્પોરેશન બહુ જલ્દી તોડી પાડે તેવી શક્યતા છે.
મળતી વિગતો પ્રમાણે અમિતાભનો બંગલો જે રોડ પર છે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા છે. કોર્પોરેશન 45 ફૂટનો રોડ 60 ફૂટ સુધી પહોળો કરવા માંગે છે.આ માટે રસ્તાની બંને તરફ આવેલા મકાનોની કમ્પાઉન્ડ વોલ તોડવી પડે તેવી સ્થિત છે.
કોર્પોરેશનન રસ્તો પહોળો ના કરે તે માટે અહીંયા રહેતા સત્યમૂર્તિ નામના નાગરિકે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે મનાઈ હુકમ આપતા રસ્તો પહોળો કરવાનુ કામ રોકાઈ ગયુ હતુ. હવે જોકે કોર્ટે મનાઈ હુકમ આપવાનો ઈનકાર કરતા હવે કામ પાછુ શરુ થશે. શક્ય છે કે બહુ જલ્દી બચ્ચનના બંગલાની કમ્પાઉન્ડ વોલ તુટી શકે છે.
કોર્પોરેશનના કહેવા પ્રમાણે અગાઉ આપેલી નોટિસનો બચ્ચન તરફથી હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.

