વિશ્વમાં આતંક ફેલાવી રહેલા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ પણ કોરોના વાયરસથી ભયભીત જણાઇ રહ્યું છે. આતંકી સંગઠને તેના આંતકીઓ માટે હેલ્થ એડવાયઝરી જાહેર કરતા કોરોના વાયરસના ચેપી દર્દીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ હેલ્થ એડવાયઝરીમાં આતંકીઓને હાથ ધોઇને ખાવાની તેમજ યુરોપ ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી યુરોપનો ઘણો મોટો ભાગ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે.
ચીન પછી ઇટાલી અને ઇરાનની હાલત ખરાબ છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો ચેપ લાગવાથી 5000 કરતા પણ વધારે લોકો મૃત્ય પામ્યા છે. એવામાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે પણ એના આતંકીઓને કોરોના વાયરસના ચેપથી દૂર રહેવાની સલાહ આપી છે. માહિતી મુજબ ISની હેલ્થ એડવાયઝરીમાં સંદેશ લખવામાં આવ્યો હતો કે ઉપરવાળા પર વિશ્વાસ રાખો, જમતાં પહેલા હાથ ધોવો. પોઝીટીવ દર્દીઓથી એવી રીતે ભાગજો જેવી રીતે સિંહને જોઇને ભાગીએ છીએ.
આ નિર્દેશ ISના ન્યુઝલેટર અલ નવામાં છપાયેલા છે. મોં ઢાંકીને રાખવું, હાથ રાખીને છીંક ખાવી જેવા નિર્દેશ પર લખવામાં આવ્યા છે. ISના ગઢ ઇરાક-સીરિયામાં કોરોના વાયરસનો કોઇ કેસ થયો નથી. ઇરાકમાં કોરોનાના 79 કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે સીરિયામાં કોઇ કેસ બન્યો નથી.

