રાજકોટ માર્કેટ યાર્ડની કફોડી સ્થિતિ, બેન્કના હપ્તા પણ માંડ ભરાય છે: ડી.કે. સખિયા

ગુજરાત

રાજકોટ માર્કેટિંગ યાર્ડને જરૂર છે કેંદ્ર સરકારની સબસિડીની. અચાનક પડતા વરસાદથી પાકને રક્ષણ આપવા માટે શેડ બનાવવાની જરૂર છે. પરંતુ આજ સુધી આ જરૂર પુરી નથી થઈ શકી. કારણ છે કેન્દ્રમાંથી અટકી ગયેલી સબસિડી. માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો દિલ્હી સુધી જઈ આવ્યી છે પણ ઉકેલ નથી આવ્યો. યાર્ડ હાલ બેન્કના હપ્તા પણ માંડ ભરે છે. આવી સ્થિતિમાં સબસિડી મળે તો જ શેડ બને તેમ છે.

કદાચ ચૂંટણી બાદ આ સબસિડી મંજૂર થઈ જશે. અત્યારે યાર્ડ પણ ખાદમાં ચાલી રહ્યું છે. બેંકના હપ્તા માંડ ભરાય છે. સબસિડી આવશે ત્યારે શેડ બનાવવામાં આવશે.”