જો તમારી સ્કિન પર પિમ્પલ વધતા જઈ રહ્યા છે અને ખાસ કરીને ગરમીમાં પસીનાથી ચહેરાનો હાલ બેહાલ થઈ જાય છે. લાખ પ્રયત્નો બાદ પણ તમારા ચહેરાના પિમ્પલ ઓછા નથી થઈ રહ્યા તો તમને આ ગરમીમાં ફળોના રાજા કેરીથી બનનારા આ ફેસ માસ્ક વિશે બતાવી રહ્યા છે. જો કે, ઘરેલું ઉપચાર સાથે કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન નથી. મેંગો ફેસમાસ્ક ખૂબ ફાયદાકારક છે. કેરીમાં વિટામીન એ અને સી હોય છે જે તમારી ત્વચા પર કરચલીને દૂર કરે છે અને સાથે તમારી સ્કિનને ગ્લોઈંગ પણ બનાવે છે અને ચહેરાના દાગ પણ દૂર કરે છે. એના સિવાય તડકાથી બચવા તમારી સ્કીન માટે કેરી ઘણી ફાયદેમંદ હોય છે.
પિમ્પલની સમસ્યા માટે ઘરે જ આવી રીતે ફેસ માસ્ક બનાવો
કેરીનો પલ્પ – 2 ચમચી
ગુલાબજળ – થોડું પેસ્ટ બનાવવા માટે
મુલતાની માટી – 1 ચમચી
એક વાટકામાં કેરીનો પલ્પ નાખો પછી તમે એમાં મુલતાની માટી નાખો અને થોડુ-થોડુ ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તમે આ ફેસ માસ્કને પોતાના ચહેરા પર લગાવો અને સૂકાવા દો. 15-20 મિનિટ બાદ જ્યારે તમારો ફેસ પેક સૂકાય જાય પછી તમે સાફ પાણીથી ચહેરો ધોઈ લો. તમે એક દિવસ છોડીને આ ફેસ માસ્કને લગાવો. ન ફક્ત પિમ્પલ ગાયબ થઈ જશે, તમારા ચહેરાના દાગ પણ નીકળી જશે.

