મોરૈયાની મહેંદી કંપનીમાં આગ, ફાયર ફાયટરની 4 ટીમ દોડી ગઈ

ગુજરાત

આ ઘટના વહેલી સવારે 5 વાગ્યે બની હતી. ઘટનાને પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગ દ્વારા 10 જેટલા ફાયર ટેન્કર સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનામાં ગોડાઉનમાં રહેલી લાખો રૂપિયાની મહેંદી બળીને ખાખ થઇ ગઇ હતી. સાથે એવું પણ જાણવા મળ્યું હતું કે, ગોડાઉનમાં રહેલ ઓઇલ સ્ટોકમાં આગ લાગી હતી. અને જોત જોતામાં આગ પ્રસરીને સંપૂર્ણ બિલ્ડીંગમાં લાગી હતી. છેલ્લે મળતા અહેવાલ મુજબ હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ચાંગોદારમાં આવેલી GIDCના મોરૈયા ગામના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ અલહિના મહેંદી ફેકટરીમાં આજે ભીષણ આગ લાગી હતી.

રાજ્યમાં આજકાલ આગની અનેક ઘટનાઓ બની રહી છે. સુરતના તક્ષશિલામાં બનેલા અગ્નિકાંડની ઘટનાએ રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે, ત્યારે ફરીએક વખત અમદાવાદના ચાંગોદરમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં ચાંગોદરમાં મહેંદી બનાવતા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉન મોરૈયા ગામમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઘટના છે.