કોઇપણ રાજ્ય CAAને લાગુ કરવાથી ઇનકાર ન કરી શકે: કપિલ સિબ્બલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મહત્વનું નિવેદન આપ્યું છે. શનિવારે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં સિબ્બલે કહ્યું કે CAAને લાગુ કરવાથી કોઇ પણ રાજ્ય ઇનકાર ન કરી શકે, કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો નાગરિકતા કાયદો પાસ થયો છે તો કોઇ પણ રાજ્ય ન કહી શકે કે તે કાયદાનો લાગુ નહીં કરે, તેમનો ઇનકાર બંધારણની વિરુદ્ધ છે. તમે કાયદાનો વિરોધ કરી શકો છો. તમે વિધાનસભામાંથી પ્રસ્તાવ પસાર કરી શકો છો અને સરકારને કહી રહ્યા છો કે કાયદો પાછો ખેંચી લે.

નોંધનીય છે કે કેરળ અને પંજાબ સરકારે નાગરિકતા કાયદાને રાજ્યમાં લાગુ ન કરવાની જાહેરાત કરી છે. પંજાબની સરકારે શુક્રવારે CAA વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદાથી દેશની ધર્મનિરપેક્ષતા ખોરવાઇ જવાનો ખતરો છે. એવામાં સરકાર નાગરિકતા કાયદો (CAA), રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક (NRC) અને રાષ્ટ્રીય વસ્તી નોંધણીપત્રક (NPR)ના સંબંધમાં સદનની ઇચ્છા મુજબ આગળ વધશે. 

આ પહેલા કેરળ વિધાનસભાએ વિવાદાસ્પદ કાયદાને ખતમ કરવાની માંગણી કરતા એક પ્રસ્તાવ પાસ કર્યો હતો, કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં કેરળ રાજ્ય દેશનું પહેલુ રાજ્ય હતું.