લવરંજનની ફિલ્મમાં દીપિકા પદુકોણ કામ નહીં કરે

ફિલ્મ જગત

થોડા દિવસો પહેલા સમાચાર હતા કે, નિર્માતા-દિગ્દર્શક લવ રંજનના ઘરની બહાર દીપિકા પદુકોણ જોવા મળી હતી. તેની સાથે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ હતો. આ પરથી એવી અટકળ થઇ રહી હતી કે દીપિકા અને રણબીર લવ રંજનની ફિલ્મમાં કામ કરવા માટે વાટાઘાટ કરવા ભેગા થયા હશે.

પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ લવ રંજનની ફિલ્મ ન સ્વીકારી હોવાની આડકતરી સ્પષ્ટતા કરી છે. દીપિકાએ આ ફિલ્મનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ તેણે સ્પષ્ટતા કરી કે તે સેક્સયુઅલ હેરેસેમેન્ટ કેસમાં જે ફસાયો હોય તેની સાથે કદી કામ કરશે નહીં. તેથી આ પરથી સ્પષ્ટ થાય છે કે તે લવ રંજનની ફિલ્મમાં કામ કરવા તૈયાર નથી.

એક વાત હવે એવી પણ ચર્ચાઇ રહી છે કે, રણબીર અને અજય દેવગણ સાથે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ કામ કરશે. જોકે આ વાતની હજી ઘોષણા કરવામાં આવી નથી.

રણબીર અને લવ રંજનની ફિલ્મની વાત છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. આ ત્રણેયની તસવીરો ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર સાથે પણ જોવા મળી હતી. જોકે પછીથી આ ફિલ્મની ચર્ચા થતી નહોતી. પરંતુ હવે દીપિકાનો ઇન્ટરવ્યુથી ફરી આ ફિલ્મ અને તેના કાસ્ટને લાઇમલાઇટમાં લઇ આવ્યો છે.