વિન્ડીઝ સામે આ ભારતીય બોલરે મચાવ્યો તરખાટ

ખેલ-જગત

પેસ બોલર દીપક ચહરના ઘાતક સ્પેલ બાદ સુકાની વિરાટ કોહલી તથા રિષભ પંતે નોંધાવેલી અડધી સદીની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવીને યજમાન ટીમને ત્રણ મેચની શ્રોણીમાં ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારતે આ સાથે આઠ વર્ષના ગાળા બાદ વિન્ડીઝમાં શ્રોણી જીતી છે. વેસ્ટ ઇન્ડિઝના છ વિકેટે ૧૪૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૦ રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

ટી૨૦ કારકિર્દીમાં ૨૧મી અડધી સદી નોંધાવનાર કોહલીએ ૪૫ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૫૯ રન બનાવ્યા હતા. રિષભ પંતે ૪૨ બોલમાં ચાર બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે અણનમ ૬૫ રન બનાવ્યા હતા. અગાઉ વિન્ડીઝની ઇનિંગ્સમાં મુખ્ય યોગદાન ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનું રહ્યું હતું. તેણે ૪૫ બોલમાં એક બાઉન્ડ્રી તથા છ સિક્સર વડે ૫૮ રન બનાવ્યા હતા. ભારત માટે દીપક ચહરે ચાર રનમાં ત્રણ તથા સૈનીએ ૩૪ રનમાં બે વિકેટ ખેરવી હતી.

પેસ બોલર દીપક ચહરે ત્રીજી ટી૨૦ મેચમાં ચાર રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જે વિન્ડીઝ સામે ભારતીય બોલર્સ તરફથી સર્વશ્રોષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ પહેલાં ૨૦૧૮માં કોલકાતા ખાતે સ્પિનર કુલદીપ યાદવે ૧૩ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત નવદીપ સૈનીએ વર્તમાન શ્રોણીમાં ફ્લોરિડા ખાતે રમાયેલા ટી૨૦ મેચમાં ૧૭ રનમાં ત્રણ તથા ૨૦૧૬માં લેગ સ્પિનર અમિત મિશ્રાાએ ફ્લોરિડા ખાતે જ રમાયેલી શ્રોણીમાં ૨૪ રનમાં ત્રણ વિકેટનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.

ભારતે ૨૦૧૧ બાદ વેસ્ટ ઇન્ડિઝની ધરતી ઉપર ટી૨૦ શ્રોણી જીતી છે. ભારતે કેરેબિયન ટીમને સતત છઠ્ઠી મેચમાં પરાજય આપ્યો છે. બંને ટીમો વચ્ચે હવે ત્રણ વન-ડે મેચની શ્રોણીનો આઠમી ઓગસ્ટથી પ્રારંભ થશે.