25 વર્ષ બાદ વાસુ ભગનાની-ડેવિડ ધવન સાથે કામ કરશે, વરૂણ ધવન-સારા અલીને લઈ ‘કુલી નંબર 1’ બનાવશે

ફિલ્મ જગત

24 એપ્રિલના રોજ બોલિવૂડ સ્ટાર વરૂણ ધવનનો 32મો જન્મદિવસ છે. આ દરમિયાન ડેડી ડેવિડ ધવને દીકરાને બર્થડે ગિફ્ટ આપતા ફિલ્મ ‘કુલી નંબર 1’ની રિમેકની જાહેરાત કરી છે. આ ફિલ્મ માટે 25 વર્ષ બાદ વાસુ ભગનાની તથા ડેવિડ ધવન સાથે કામ કરશે. વરૂણ ધવની સાથે આ ફિલ્મમાં સારા અલી ખાન હશે.

ઓગસ્ટમાં શૂટિંગ શરૂ થશેઃ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી હતી, ‘જુડવા 2’ બાદ ડેવિડ તથા વરૂણ ધવન ફરીવાર સાથે કામ કરી રહ્યાં છે. આ વખતે છે સુપરહિટ ફિલ્મ ‘કુલી નંબર 1’ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ, 2019થી શરૂ થશે.