વજન ઘટાડવા રોજ એક ટાઈમ ખાવ આ ‘વેજીટેબલ ઓટ્સ ચીલ્લા’

આરોગ્ય મુખ્ય સમાચાર

રોજ સવારે ઉઠીને દરેક ગૃહિણીઓને પહેલું જો કોઈ ટેન્શન સતાવતું હોય તો તે છે આજના મેનુમાં શું બનાવીશ? તેમજ ઘણાં લોકો ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવામાં માનતા હોય છે. ત્યારે આ ડીશ આ દરેકની ઈચ્છઆ પૂરી કરશો. તેમજ બાળકોના ટીફીનમાં પણ જલસા કરાવશે. તો વજન ઘટાડવા રોજ એક ટાઈમ શામેલ કરો આ ‘વેજીટેબલ ઓટ્સ ચીલ્લા’

સામગ્રી :

2 કપ ઓટ્સ

2 ચમચી સોજી
1 ચમચી દહીં
1 કપ કોબીજ

2 ચમચી લીંબુનો રસ
2 ડુંગળી
1 ટામેટું
કોથમીર
લીલાં મરચાં
મીઠું
તેલ

બનાવવાની રીત: સૌ પ્રથમ ઓટ્સને મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં દહીં અને સોજી ઉમેરી મિક્સ કરો. પછી તેમાં 1 કપ પાણી નાખા 10-15 મિનિટ પલાળો. ત્યારબાદ બાકીના શાકભાજી અને લીલાં મરચાંને ઝીણાં સમારી આ ખીરામાં ઉમેરો. તેમાં મીઠું, લીંબુનો રસ અને જીરું ઉમેરી મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ચીલ્લા બની શકે તેવું ખીરું તૈયાર કરી લો.
હવે એક નોનસ્ટીક પેન લઈ તેના પર બ્રશથી તેલ લગાવો. લોઢી ગરમ થાય એટલે તેમાં ખીરું પાથરી ચીલ્લા ઉતારી લો. આ ચીલ્લાને તેલથી બરાબર બંને બાજુથી શેકી લો.
આ ચીલ્લાને ગરમા ગરમ સર્વ કરો. તેની સાથે તમે અથાણું, દહીં કે નારિયેળની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.