શાઓમીનો Redmi Y3 ભારતમાં લોન્ચ, પ્રથમ સેલ 30 મેના રોજ યોજાશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કંપની શાઓમી વધુ એક સ્માર્ટફોન Redmi Y3 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 32 મેગાપિક્સેલનો સુપર સેલ્ફી કેમેરા આપ્યો છે. સાથે વોટરડ્રોપ નોચ સાથે બે રિયર કેમેરા પણ આપેલા છે. તો સ્નેપડ્રેગન 625 પ્રોસેસર જે 9 પાઈ પર આધારિત MIUI 10 સોફ્ટવેરથી કામ કરે છે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ભારતમાં આ ફોનની કિંમત રૂપિયા 9,999થી શરૂ થશે.
Redmi Y3 ની ભારતમાં કિંમત
1.Redmi Y3ની ભારતમાં કિંમત રૂપિયા 9,999થી શરૂ થાય છે. આ કિંમત 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટવાળા ફોનની છે. જ્યારે 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 11,999 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનનો પહેલો સેલ 30 એપ્રિલે બપોરે 12 વાગે યોજાશે. જે એમએઝોન ઈન્ડિયા, MI.COM પરથી ખરીદી શકાશે.
સ્પેસિફિકેશન
2.ડ્યૂઅલ સિમ(નેનો) Redmi Y3 આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત MIUI 10 સોફ્ટવેર થકી ચાલે છે. ફોનમાં 6.26 ઈંચની એચડી+(720×1520 પિક્સેલ)ની ડિસ્પ્લે આવશે. જેનો અસ્પેક્ટ રેશિયો 19:9નો છે. સ્ક્રિન 2.5D ગ્લાસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે આવે છે. સ્નેપડ્રેગન 625 પ્રોસેસર જે 9 પાઈ પર આધારિત MIUI 10 સોફ્ટવેરથી કામ કરે છે. હાલ આ ફોન 3જીબી રેમ 32 જીબી સ્ટોરેજ અને4 જીબી રેમ 64 જેબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. બંને વેરિઅન્ટમાં માઈક્રો એસડી કાર્ડની મદદથી 512 એમબી સુધીનું સ્ટોરેજ વધારી શકાશે.
3.કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં પાછળનાં ભાગે એફ/2.2 અપાર્ચર વાળો 12 મેગાપિક્સેલનો પ્રાયમરી કેમેરા આપેલો છે. તેની સાથે 2 મેગાપિક્સેલની ડેપ્થ સેન્સર આપી છે. રિયર કેમેરા ફેઝ ડિટેક્શન ઓટોફોકસ(પીડીએએફ), ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબીલાઈઝેશન અને ડ્યુઅલ એલઈડી ફ્લેસ મોડ્યૂલેસ આપેલું છે. ફોનના ફ્રન્ટ પેનલમાં ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબીલાઈઝેશન, ઓટો એચડીઆર અને એઆઈ પોર્ટ્રેટ મોડ સાથે 32 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા આપેલો છે.
4.Redmi Y3ના કનેક્ટિવિટી ફીચરમાં 4જી વીઓએલટીઈ, બ્લુટૂથ 4.2, વાઈફાઈ 802.11 બી/જી/એન, માઈક્રો યુએસબી અને 3.5 એમએમની હેડફોન જેકપીન આપેલી છે. સ્માર્ટફોનના ડાયમેન્શનમાં 158.65×76.43×8.47MM અને તેનું વજન 180 ગ્રામનું છે. આઈઆર બ્લાસ્ટર અને રિયર ફ્રિંગરપ્રિન્ટ સેન્સર પણ આ ફોનના એક ભાગ હશે.