બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે મોબ લિંચિંગને લઈને નિવેદન આપ્યુ છે. તેજ પ્રતાપે મોબ લિંચિંગ માટે RSS અને બજરંગ દળને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે મોબ લિંચિંગની પાછળ RSS અને બજરંગ દળ છે. તેજ પ્રતાપ પોતાના નિવેદન અને હરકતોથી ચર્ચામાં રહે છે. શ્રાવણના પહેલા સોમવારે જ તેમનો એક ફોટો સામે આવ્યો હતો, જેમાં તેમણે ભગવાન શિવનું રૂપ ધારણ કર્યુ હતુ. તેમણે ભગવાન શિવનો વેશ ધારણ કરીને રૂદ્રાભિષેક કર્યો. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે પોતાનો ફોટો અને વીડિયો શેર કર્યો હતો.
