ગવર્નરે કહ્યું- મમતાની ઉપસ્થિતિમાં અપમાન થયું, તૃણમૂલે કહ્યું- નિવેદન ગરિમાને અનુકૂળ નહીં

મુખ્ય સમાચાર રાજકીય

રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું કે દુર્ગા પૂજા કાર્નિવલમાં તેમનું અપમાન થયું છે. 11 ઓક્ટોબરના કોલકાતામાં તૃણમૂલ સરકાર તરફથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ થયા હતાં. રાજ્યપાલ દિનકરને આ આયોજનમાં કથિત રૂપે સાઇડલાઇન કરી દેવાયા હતા. તેમને બેસવા માટે જે સીટ આપવામાં આવી ત્યાંથી કાર્યક્રમ પણ બરોબર દેખાયો નહીં.

ધનકરે કહ્યું- હું બહું જ આઘાતમાં છું અને વિચલિત છું. આ મારું નહીં પરંતુ બંગાળની સંસ્કૃતિનું અપમાન છે. બંગાળના લોકો આ વાતને ક્યારેય પણ સ્વીકાર નહીં કરે. બંગાળના સામાન્ય લોકોથી અલગ મારી સાથે આવું વર્તન કરનારા લોકોનું દિલ મોટું નથી. હું જનતાનો સેવક છું અને મને કોઇ ડગમગાવી ન શકે. અન્યોની પરવાહ કર્યા વિના હું મારી બંધારણીય ફરજો નિભાવતો રહીશ.

એક અઠવાડિયા બાદ આ નિવેદન પર તૃણમૂલે સવાલ ઉઠાવ્યો
રાજ્યપાલના નિવેદન બાદ તૃણમૂલે કહ્યું છે કે તેમનું નિવેદન પદની ગરિમા પ્રમાણે નથી. પાર્ટી નેતા તપસ રોયે કહ્યું કે તેઓ વિના કારણે વિવાદ ઉભો કરી રહ્યા છે. કાર્યક્રમમાં એક અઠવાડિયા બાદ આ પ્રકારના નિવેદનનો કોઇ અર્થ નથી.

ઘટનાથી બહાર આવવામાં ત્રણ દિવસ લાગી ગયા- ધનકર
ધનકરે કહ્યું કે આ ઘટનાથી બહાર આવવામાં ત્રણ દિવસ લાગી ગયા. તેમને લાગે છે કે મમતા બેનર્જી આ મામલામાં આત્મમંથન કરશે. તેમણેક હ્યું કે જનતાના પહેલા સેવક સાથે આ પ્રકારનું વર્તન ન થાય તેના માટે વ્યવસ્થામાં બદલાવ થવો જોઇએ. બંગાળમાં દુર્ગાપૂજા કાર્નિવલનું આ ચોથું વર્ષ હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીની સલાહ પર તેને શરુ કરવામાં આવ્યું છે.