કૃષ્ણનગરમાં દલિત મહિલાને અંબે માતાના “મંદિરમાં” પ્રવેશબંધી ફરમાવતા પોલીસ ફરિયાદ

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શ્રીકૃષ્ણ ટાવરમાં રહેતી દલિત મહિલાને ફ્લેટમાં આવેલા અંબે માતાના મંદિરમાં પ્રવેશવાને લઇ વિવાદ સામે આવ્યો છે. મહિલા જયારે મંદિરમાં જાય ત્યારે ફ્લેટમાં રહેતા રમીલાબેન શાહ જાતિગત ભેદભાવ રાખી ફ્લેટના સિક્યુરિટીને કહી મહિલાને બહાર કાઢી મૂકે છે. દર્શન માટે જયારે જાય ત્યારે મંદિરમાં પાછળ પાછળ આવે છે. જેથી મહિલાએ આ મામલે કૃષ્ણનગર […]

Continue Reading

પ્રયાગરાજ: મૌની અમાવસ પર એક કરોડથી વધારે શ્રદ્ધાળુઓનું ગંગા સ્નાન

માઘ મેળાનું સૌથી પ્રમુખ સ્નાન પર્વ મૌની અમાવસ્યા પક શુક્રવારે સાંજ સુધી એક કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી સ્નાન કર્યું છે. મેળા પ્રશાસને શ્રદ્ધાળુઓની સુવિધા માટે 20 સ્નાન ઘાટ બનાવ્યા હતા.  મેળા અધિકારી રજનીશ મિશ્રાએ જણાવ્યું કે, મૌની અમાવસ પર સવારે ચાર વાગ્યેથી જ સ્નાન શરુ થઇ ગયું હતુ અને કડાકાની ઠંડી હોવા […]

Continue Reading

ચૂંટણી કાર્ડ હવે આધાર સાથે લિન્ક કરવું ફરજિયાત થશે, સરકાર કાયદો લાવી રહી છે

દેશમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે ઓળખને લઇને દસ્તાવેજો મામલે પણ વિવાદ સર્જાયો છે, એવામાં સરકાર વોટર આઇડી સાથે આધાર કાર્ડ લિન્ક કરવાનું ફરજિયાત બનાવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાયદા વિભાગે આ મામલે ચૂંટણી પંચ તરફથી મળેલી ભલામણોને સ્વીકારી લીધી છે. મંત્રાલય દ્વારા આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી છે. જેને […]

Continue Reading

ખંભાત : અકબરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત

ખંભાતના અક્બરપુરા વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. અથડામણના પગલે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ સર્જાયો હતો. ક્યાંક કોઈ જગ્યાએ ટોળાએ આગ ચંપી પણ કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા સમગ્ર જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને […]

Continue Reading

Coronavirus: બેઇજિંગમાં હાઇ લેવલ ઇમરજન્સી જાહેર કરાઇ, 800થી વધારે કેસો નોંધાયા

ચીનમાં ઘાતક કોરોનાવાયરસના સંક્રમણ પછી રાજધાની બેઇજિંગમાં હાઇ ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને પ્રશાસને આ સમસ્યાથી બચવા માટે નવા માર્ગદર્શન જારી કર્યા છે. ચીની પ્રશાસન મુજબ બેઇજિંગમાં કોરોનાવાયરસના 29 કેસોની ખાતરી કરવામાં આવી છે જેને પગલે હવે શાંઘાઇમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિકિસ્તા સૂત્રોની જાણકારી મુજબ આ બીમારીથી મોટી સંખ્યામાં લોકો […]

Continue Reading

ફટકો! 20 વર્ષમાં પહેલીવાર Direct Tax Collectionમાં આવી શકે છે મોટો ઘટાડો

ભારતમાં આર્થિક મંદી અને ગત વર્ષે Corporate Taxમાં ઘટાડા કર્યા પછી ચાલુ નાણાકીય વર્ષમાં Direct Tax Collection વિતેલા 20 વર્ષમાં પહેલીવાર ઘટે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોયટર્સના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં Direct Tax Collectionનું અનુમાન 13.5 લાખ કરોડ રુપિયા અંદાજવામાં આવ્યું હતું જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ […]

Continue Reading

ઈસરો ભવિષ્યમાં ચંદ્ર પર અવકાશ યાત્રીને મોકલશે : કે સિવન

ઈસરો ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીને પણ મોકલશે. બુધવારના રોજ ઈસરો ચીફ સિવનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઈસરો ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રી મોકલવાનો વિચાર કરી રહ્યું છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમે ભવિષ્યમાં જરૂરથી અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલીશું, પરંતુ હાલ અમે તેના પર કોઈ કામ કરી રહ્યા નથી. અત્યારે […]

Continue Reading

ચીનના કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર, મૃત્યુઆંક 9એ પહોંચ્યો

ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થતા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ચીનના હેલ્થ કમીશને મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 440 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ત્યાંજ ભારતીય ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટને ચીનથી આવનારા પ્રવાસીઓના થર્મલ સ્ક્રીનિંગ કરવાના આદેશ આપ્યા છે. વિશ્વ […]

Continue Reading

હું પાકિસ્તાનની મુલાકાત લેવાનો નથી: ઇમરાનની હાજરીમાં ટ્રમ્પની જાહેરાત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની હાજરીમાં મિડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત હું લઉં ત્યારબાદ પાકિસ્તાન જવાનો નથી. એ સાંભળતાંજ ઇમરાન ખાનનો ચહેરો વીલેા પડી ગયો હતો. પોતે ભારતની મુલાકાત લેવાના છે એેવી ટ્રમ્પની જાહેરાત થઇ ત્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. ભારત સુધી આવીને અમેરિકી […]

Continue Reading

સાઉદીના ક્રાઉનપ્રિન્સ સલમાને એમેઝોનના માલિક બેજોસનો ફોન હેક કર્યો; તેમની સરકારે કહ્યું- આ સમાચાર ખોટા છે

સાઉદી અરબે એ તમામ રિપોર્ટ્સને ફગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 2018માં ક્રાઉન પ્રિન્સ સલમાને એક વોટ્સએપ મેસેજ દ્વારા એમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હેક કરી લીધો હતો. સાઉદી શાસને કહ્યું કે, આ સમાચાર ખોટા છે. અમે આ દાવા વિરુદ્ધ તપાસની માંગ કરીએ છીએ, જેથી તમામ તર્કને યોગ્ય રીતે રજુ કરી શકાય. કેવી રીતે […]

Continue Reading