ચીનના કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર, મૃત્યુઆંક 9એ પહોંચ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થતા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ચીનના હેલ્થ કમીશને મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 440 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ત્યાંજ ભારતીય ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટને ચીનથી આવનારા પ્રવાસીઓના થર્મલ સ્ક્રીનિંગ કરવાના આદેશ આપ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ ઘાતક વાયરસ મામલે ઈન્ટરનેશનલ પ્બલિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા પર વિચારણા કરી રહી છે.

કોરોના વાયરસ શું છે?

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, કોરોના વાયરસ અનેક વાયરસોનો સમૂહ છે. જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાયરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાયરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાયરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.

લક્ષણ અને ઉપચાર

૧. નાકમાંથી પાણી આવવું ૨. કફ અને ઉધરસ ૩. ગળામાં દુ:ખાવો ૩. માથામાં દુ:ખાવો ૪. તાવ ૫. ન્યૂમોનિયા ૭. બ્રોન્કાઈટિસ. હાલ વાયરસ માટે કોઇ વેક્સીન તૈયાર કરવામાં આવી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે, ઘાતક વાયરસથી બચવા માટે હાથ સાબુ અથવા તો એન્ટિસેપ્ટિક દ્વવ્યથી ધોવા જોઇએ. માંસાહારથી બચવું જોઇએ. ઉધરસ આવે ત્યારે મોઢા અને નાક પર રૂમાલ રાખવો જોઇએ.

વાયરસ ક્યાંથી આવ્યો?

૩૧ ડિસેમ્બરે ચીનમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. વુહાનના સીફૂડ માર્કેટમાંથી આ વાયરસ ફેલાયો હતો. ત્યારબાદ માર્કેટને બંધ કરવામાં અવ્યું હતું.  વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, આ વાયરસ પણ સાર્સ જેટલો જ ખતરનાક છે. સાર્સે ૨૦૦૨માં ચીનનમાં આતંક મચાવ્યો હતો. જેને કારણે ૧૪૦૦થી વધારે લોકોના મોત થયા હતા.