બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો

ફિલ્મ જગત

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા એક વર્ષથી ફિલ્મોથી દુર છે. અભિનેત્રી ફિલ્મોથી દુર ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે ક્વોલોટી ટાઈમ પસાર કરી રહી છે. અનુષ્કા શર્મા અત્યાર સુધી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. શાનદાર એક્ટિંગની સાથે-સાથે ચાહકો અનુષ્કા શર્માની ડ્રેસિંગ સેન્સના પણ દીવાના છે. અવારનવાર અનુષ્કા શર્મા ચાહકોની સાથે પોતાની તસ્વીરો શેર કરી ચાહકોના દિલમાં જગ્યા બનાવતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરોમાં અનુષ્કા શર્મા ક્રીમ કલરના પફ સ્લીવ્સ આઉટફીટમાં ખુબ જ સ્ટાઇલીશ જોવા મળી રહી છે. અનુષ્કા શર્માના આ ડ્રેસમાં કટ પણ હતું. તેની સાથે તેમને પોતાના વાળને ચિપકાવી હેરસ્ટાઇલ બનાવી હતી. અનુષ્કા શર્માએ ન્યુડ બેઝ મેકઅપ અને આંખોની નીચે કાજલનો ઉપયોગ કરી પોતાના લુકને કમ્પલીટ કર્યું હતું.

અનુષ્કા શર્માએ તેની સાથે હુપ વાળી ઈયરરિંગ્સ પહેરી રાખી હતી. અનુષ્કા શર્મા કેમેરા સામે સ્ટાઇલીશ અંદાજમાં પોઝ આપી રહી છે. ચાહકો અભિનેત્રીની તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્માને છેલ્લી વખત ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના સિવાય શાહરૂખ ખાન, કૈટરીના કૈફ પણ હતી. ગયા વર્ષે રીલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફસ પર સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. તેમ છતાં ફિલ્મમાં અનુષ્કા શર્માની એક્ટિંગને ખુબ પસંદ કરી હતી.