ભારત સામે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને ઝાટક્યું : રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતની વિરુદ્ધ એફ-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. અમેરિકાના મીડિયા ગ્રૂપ યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટમાં બુધવારે આ વાતનો ખુલાસો થયો છે.

રિપોર્ટ મુજબ, હથિયાર નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિદેશ મંત્રી એન્ડ્રીયા થોમ્પસને આ મામલે ઓગસ્ટમાં પાકિસ્તાનના વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાને પત્ર લખ્યો હતો. પત્રમાં 26 ફેબ્રુઆરીના બાલાકોટ હુમલા બાદ થયેલી ઘટનાઓનો પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. જો કે તેમાં ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં એફ-16 વિમાનનો ઉપયોગ કરવા મામલે અમેરિકાની ચિંતા અંગે વાત કરવામાં આવી છે.

થોમ્પસને તેમના પત્રમાં લખ્યું છે કે, તમે અમને જણાવ્યું છે કે વિમાન રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશથી ઉડાવવામાં આવ્યા હતા. અમેરિકાની સરકાર વિમાનોને અમેરિકાની સરકારના બિન-અધિકૃત બેઝ સુધી લઈ જવાને એફ-16 સમજૂતિ હેઠળ ચિંતાજનક અને અસંગત માને છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને દૂતાવાસાએ આ પત્ર પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.