CBI VS કોલકાતા પોલીસ: CBI 10.30 વાગે સુપ્રીમમાં જશે, ઘરણાં સ્થળેથી કેબિનેટ સંબોધશે મમતા દીદી

રાજકીય

કોલકાતા: લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. એકવાર ફરી સીબીઆઈ વિવાદમાં આવી છે. રવિવારે સાંજે સીબીઆઈ કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે દરોડા પાડવા પહોંચી હતી. તે સમયે કોલકાતા પોલીસે તેમને ઘેરી લીધા હતા. ત્યારપછી મોદી સરકારના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ધરણાં ઉપર બેઠા છે. આજે સીબીઆઈ આ મામલે 10.30 વાગતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તે ઉપરાંત આજે જ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સરકારનું બજેટ પસાર થવાનું છે, પરંતુ સીએમ મમતા બેનરજી ધરણાં નહીં છોડે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મમતા બેનરજી ધરણાં સ્થળથી જ કેબિનેટ બેઠક કરશે અને અહીંથી જ વિધાનસભા સંબોધન કરશે. આ દરેક સંજોગોમાં પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રા વિધાનસભામાં બજેટ રજૂ કરશે.

ફરી મોદી સરકાર સામે વિપક્ષ એકજૂથ

મમતા બેનરજીના આ ધરણાં આજે વિપક્ષી તાકાતની એકતા દર્શાવવાનો મંચ પણ બની શકે છે. તે સિવાય ટીએમસી કાર્યકર્તાઓ બંગાળના ઘણાં વિસ્તારોમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વિશે મમતા બેનરજી સાથે ફોન પર વાત કરીને તેમને સમર્થન આપ્યું છે.

ભાજપ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરશે

મમતા બેનર્જી ધરણા ઉપર બેસતા પશ્ચિમ બંગાળમાં TMC કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. હુગલીમાં બે જગ્યાએ ટ્રેન પણ રોકવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુંસાર મમતાને સમર્થન આપવા માટે કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોલકાતા જશે. બીજીબાજું આ ઘટનાને લઈને ભાજપ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાર્ટી ચૂંટણી કમિશનર સાથે પણ મુલાકાત કરશે.

* પશ્ચિમ બંગાળ પોલીસ સામે અવમાનનાનો કેસ દાખલ કરી શકે છે CBI
* સીબીઆઈ આજે ગવર્નર ત્રિપાઠીને મળશે અને સુપ્રીમકોર્ટમાં પણ જશે
* મમતાએ કહ્યું- આજે રાજ્યનું બજેટ પણ વિ.સ.માં નહીં મોબાઈલ પર આપીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *