લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમનો મુદ્દો ફરી એક વખત વિવાદનું કારણ બન્યો છે. પહેલાં તબક્કાના મતદાન પછી કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ સાથે લગાવવામાં આવેલા VVPATના રિએક્શન ટાઈમ અને તેમાંથી નીકળતી ચિઠ્ઠી વિશે ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, ઈવીએમની સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેના કારણે ખોટા VVPATથી ખોટા નામની ચિઠ્ઠી નીકળી રહી છે. વિપક્ષીઓએ હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવાનું નક્કી કર્યું છે.

