1 કરોડ 38 લાખની કિંમતની WATCH ખરીદીને આ ભારતીય ક્રિકેટર આવ્યો ફરી ચર્ચામાં

ખેલ-જગત

ભારતીય ક્રિકેટર હાર્દીક પંડ્યા હાલમાં ક્રિકેટ ફિલ્ડથી છે બહાર અને પીઠની સર્જરી કરાવ્યા પછી લંડનમાં રિકવર કરવાની કરવાની કરી રહ્યા છે. પરંતુ તેઓ રિકવરીથી વધારે હાલમાં તેમની નાં કારણે છે ચર્ચામાં.ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હંમેશાં બ્રાન્ડેડ અને મોંઘા એસેસરીઝનો શોખીન છે.

હાર્દિક પંડ્યા ઘણીવાર જાડા સોનાની ચેન, મોંઘી ઘડિયાળ, પગરખાં, સનગ્લાસ અને ટોપીઓ ફ્લોન્ટ કરતા જોવા મળે છે. આ વખતે લોકોની નજર હાર્દિકની ઘડિયાળ પર પડી કારણ કે તેણે હોસ્પિટલના પલંગ પરથી જે તસવીર શેર કરી છે તેમાં તેણે ઘડિયાળ જોઇ છે. તમને જણાવી દઈએ કે હાર્દિકે જે ઘડિયાળ પહેરી છે તે જીનીવાની પ્રખ્યાત લક્ઝરી ઘડિયાળ કંપની પાટેક ફિલિપની રોઝ ગોલ્ડ નોટિલસ ઘડિયાળ છે. આ ઘડિયાળ 18 કેરેટ રોઝ ગોલ્ડથી બનેલી છે અને તેની કિંમત 1 કરોડ 38 લાખ રૂપિયા છે.