જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આંતકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો છે. શ્રીનગરના હરિ સિંહ રોડ પર આતંકવાદીઓ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો જેમાં બીનકાશ્મીરીનું મોત નીપજ્યું છે જ્યારે પંદરથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. છેલ્લા પંદર દિવસમાં સેના પર થયેલો આ બીજો ગ્રેનેડ હુમલો છે.
જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજીત કરવાના નિર્ણયને લાગૂ કર્યાના ચાર દિવસ બાદ જવાનો પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા દિવાળીના એક દિવસ પહેલા એટલે 28 ઓક્ટોબરના રોજ શ્રીનગરના કાકાસરાએમાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદીઓ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
આ પહેલાં 29 ઓક્ટોબરે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના એક પેટ્રોલ પાર્ટી પર એક્ઝામ સેન્ટર પાસે આતંકીઓએ હુમલો કર્યો. જોકે, તેમાં કોઈ ઘાયલ થયું ન હતું. પરંતુ એન્કાઉટર સમયે 5 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

