EDએ મંગળવારે કહ્યું છે કે, તેણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ આતંકવાદના પોષણ મામલે જમ્મુ કાશ્મીરમાં 13 સંપત્તી જપ્ત કરી છે. સલાહુદ્દીન વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબૂલ મુઝાહિદ્દીનનો પ્રમુખ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ 1.22 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો. આ સંપત્તિ આતંકી સંગઠન માટે કથિતરીતે કામ કરતા બાંદીરપુરાના મોહમ્મદ શફી શાહ અને રાજ્યના 6 અન્ય રહેવાસી સાથે સંકળાયેલી છે.
