માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સોઃ ડાંગમાં TVનું રિમોટ ફાટતા બાળક ઘાયલ

સામાન્ય રીતે માતા પિતા પોતાના નાના બાળકોને ક્યારેક રમવા માટે મોબાઇલ ફોન, ઇલેક્ટરિક રમકડા કે પછી ટીવીના રીમોર્ટ રમવા આપતા હોય છે. પરંતુ આવા માતા પિતા એ જાણતા નથી કે પોતાનું બાળક જે ઇલેક્ટ્રીક વસ્તુ કે રમકડાથી રમી રહ્યા છે તેનાથી તેમના બાળકને જીવનું જોખમ છે. માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના ડાંગમાં બની છે. […]

Continue Reading

બેંકો સાથે રૂ 2654 કરોડના કૌભાંડના આરોપી અમિત ભટ્ટનાગરને મળ્યા વચગાળાના જામીન

વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને બેંકો સાથે રૂપિયા 2654 કરોડનું કૌભાંડ કરવાના આરોપી અમિત ભટ્ટનાગરને કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. પોતાના દીકરાના વિદેશ અભ્યાસઅર્થે જવાનું હોવાથી અમિત ભટ્ટનાગરે જામીન માંગ્યા હોવાથી સીબીઆઈ કોર્ટે 10 દિવસના જામીન મંજૂર કર્યા છે. અમિત ભટ્ટનાગર અને તેમના ભાઈ સુમિત ભટ્ટનાગર તેમજ પિતા સુરેશ ભટ્ટનાગર પર વડોદરાની 11 જેટલી બેંકોની રૂપિયા […]

Continue Reading

બાવળામાં બોગસ વોટિંગનો વીડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

ગુજરાતની લોકસભાની 26 બેઠક પર 23મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. ગુજરાતની તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. આ દરમિયાન અમદાવાદના બાવળાના બાપુપુરા ગામમાં બોગસ વોટિંગ થયું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે કોંગ્રેસે તપાસ કરીને પગલાં લેવાની માંગણી કરી છે. આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નરે ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારીને […]

Continue Reading

મોદી હંમેશા વિદેશમાં દેખાય છે, મોટાં-મોટાં અભિનેતાને આપે છે ઇન્ટરવ્યૂ- પ્રિયંકા

ફતેહપુરમાં કોંગ્રેસ ઉમેદવાર રાકેશ સચાન માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો. એક જાહેરસભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે, વડાપ્રધાનજી જનતાને નથી સમજતા. તેઓ હંમેશા વિદેશમાં દેખાય છે. આટલું જ નહીં મોટા-મોટા અભિનેતાઓની સાથે ઇન્ટરવ્યૂ પણ કરાવે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે જનતા માટે નહીં, ઉદ્યોગપતિઓને આગળ […]

Continue Reading

વકીલે આપ્યા CJI વિરુદ્ધ ‘કાવતરા’ના પુરાવા, CBI, IB અને દિલ્હી પોલીસને SCના સમન્સ

સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને બપોરે 12.30 વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં […]

Continue Reading

Live : ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં 58.99% મતદાન નોંધાયું

17મી લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યની તમામ 26 બેઠકો માટે કુલ 4 કરોડ 51 લાખથી વધુ મતદારો મતદાન કરશે. ભાજપ અને કોગ્રેસના તેમજ નાના પક્ષોના મળીને કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 18 વર્ષથી 19 વયની મતદારોની સંખ્યા દસ લાખથી વધારે છે. આ જ રીતે દિવ્યાંગોની સંખ્યાં દોઢ લાખથી વધારે […]

Continue Reading

દાહોદ Election: ઉમરપાડામાં ભાજપના સમર્થકોએ કોંગ્રેસના એજન્ટને લાકડી-ડંડાથી માર્યો માર

રાજ્યમાં ઉત્સાહભેર લોકશાહીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યની 26 લોકસભા બેઠક માટે જોરશોરથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મોટાભાગના વિસ્તારમાં શાંતીપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ ક્યાંક છૂટાછવાઈ સામાન્ય બબાલની ઘટના પણ સામે આવી છે. આવી જ એક ઘટના દાહોદ લોકસભા બેઠકથી ચૂંટણીમાં બબાલની ઘટના સામે આવી છે. દાહોદના ઝાલોદ તાલુકાના ઉમરપાડા ગામે કોંગ્રેસના […]

Continue Reading

સાંજના પાંચ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રની 8 બેઠક પર, જાણો – ક્યાં કેટલા ટકા નોંધાયું મતદાન

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 115 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. દેશમાં એક બે બેઠકો સિવાય તમામ બેઠકો પર શાંતીપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતની 26 લોકસભા બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં કચ્છ સૌરાષ્ટ્રની આઠ બેઠકો ખુબ મહત્વની માનવામાં આવે છે. તો […]

Continue Reading

શ્રીલંકાઃ સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 ભારતીયોનાં મોત, સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ

રવિવારે શ્રીલંકામાં થયેલ આઠ સીરિયલ બ્લાસ્ટમાં મરનાર ભારતીયોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વિદેશ મંત્રીલ સુષ્મા સ્વરાજે મંગળવારે પુષ્ટિ કરી છે. શ્રીલંકા પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ બ્લાસ્ટમાં કુલ મૃતકોની સંખ્યા 290થી વધીને 310 પર પહોંચી ગઈ છે. સોમવારે રાત્રે કેટલાક ઘાયલોનું નિધન થયું છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું કે, આ […]

Continue Reading

જુનાગઢના ભાજપના સાંસદના PA દારૂ અને રોકડા રૂપિયા સાથે પકડયા

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવીત કરવા માટે દારૂ અને રોકડ રૂપિયા સહિત અન્ય કોઈ ભેટ આપવામાં આવે નહીં તે માટે ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે, આમ છતાં મતદાન ચાલી રહ્યુ હતું. તે દરમિયાન જુનાગઢમાં વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ એક કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ અને ત્રણ લાખ રૂપિયા […]

Continue Reading