બ્રાઝિલના માનૌસમાં એક દિવસમાં 100 લોકોના મોત, લાશોને સામૂહિક કબરોમાં દફનાવાઈ રહી છે

બ્રાઝીલનું માનૌસ શહેર હાલના સમયમાં ‘વુહાન’ બની ચુક્યું છે. માનૌસની વસ્તી લગભગ 24 લાખ છે. પરંતુ બ્રાઝિલના સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દી અહીંયા જ છે. અત્યાર સુધી અહીંયા રોજ 20 થી 30 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, પરંતુ હવે આ આંકડો 100 સુધી પહોંચી ગયો છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોની લાશ દફનાવવા […]

Continue Reading

ભારત માટે કોરોના નહીં લોકડાઉન વધુ ખતરનાક સાબિત થશે : વુડ

કોરોના વાઇરસને કારણે કેન્દ્ર સરકારે ૨૪મી માર્ચે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને રાતોરાત લોકડાઉન લાગુ કરી દીધુ હતું, આ પરિસ્થિતિ વચ્ચે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતને કોરોના વાઇરસ નહીં પણ લોકડાઉન ભારે પડશે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ એંડ ફાઇનાન્શિયલ સર્વિસ જેફરીઝના ઇક્વિટી સ્ટ્રેટેજી ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે કહ્યું છે કે ભારતને કોરોના […]

Continue Reading

અમદાવાદ, સુરત, થાણે, ચેન્નાઈ, હૈદરાબાદમાં કોરોનાની રેડ એલર્ટ

કોરોના વાઈરસના સંક્રમણના પ્રસારથી પેદા થયેલી સ્થિતિ અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઈ સહિત મોટા શહેરો અને હોટસ્પોટ વિસ્તારોમાં અતિગંભીર બની રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ શહેરોમાં લૉકડાઉનનો વ્યાપકપણે ભંગ થઈ રહ્યો છે. આ જ કારણે અહીં સ્થિતિ ચિંતાજનક બની શકે છે. દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના કેસની સંખ્યામાં એક દિવસમાં ૧૭૫૦થી વધુનો […]

Continue Reading

મોલ સિવાયની છૂટક દુકાનો આજથી ખોલવા ગૃહમંત્રાલયની મંજૂરી

દેશભરમાં ગઇ તા. 24મી માર્ચથી લદાયેલા અને તે પછી 14 એપ્રિલથી તા. ત્રીજી મે સુધી લંબાવાયેલાં લોકડાઉનને કારણે દેશભરમાં બંધ પડેલી દુકાનો શનિવારથી ફરી ધમધમી ઉઠશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે એક સૂચના પ્રગટ કરી મલ્ટી બ્રાન્ડ મોલ અને સિંગલ બ્રાન્ડ મોલ સિવાયની તમામ છૂટક દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવાના બદલે DA પર કતાર ફેરવવી તે સરકારનું અમાનવીય પગલું : રાહુલ ગાંધી

કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર પડી છે અને રાહુલ ગાંધી સતત આ મુદ્દા ઉપર સરકારને ઘેરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ જણાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં […]

Continue Reading

અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે પાર્ટનરશીપ થયા પછી અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી દીધા છે. ફેસબુક સાથેના સોદા બાદ અંબાણીની સંપત્તિ 4 અબજ ડોલર વધી 49 અબજ ડોલર થઈ છે. ફેસબુક મુકેશ અંબાણીની જીયોમાં રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે. આ […]

Continue Reading

અમેરિકાના પૈસાથી ચીનની લેબોરેટરીમાં કોરોના વાયરસ તૈયાર થયો હતો

કોરોના વાયરસ ચીનમાંથી શરૂ થયો હતો, પરંતુ વાયરસ કેવી રીતે ફેલાયો તે મુદ્દે અનેક અટકળો થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ વાયરસ માટે ચીનને જ જવાબદાર ગણે છે, પરંતુ હકીકત એનાથી જુદી છે. અમેરિકાના જ એક ઉચ્ચ અધિકારીના દાવા પ્રમાણે ચીનની લેબમાં તૈયાર થયેલા કોરોના વાયરસ માટે ફંડ ખુદ અમેરિકાએ આપ્યું હતું. […]

Continue Reading

કોરોના સામે લડવા કેબિનેટે 15000 કરોડના ફંડને મંજૂરી આપી

કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘ઇન્ડિયા કોવિડ-૧૯ ઇમરજન્સી રિસપોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેડનેસ પેકેજ’ માટે ૧૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.  આ ફંડનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.  તાત્કાલિક કાવિડ-૧૯ ઇમરજન્સી પ્રતિક્રિયા માટે ૭૭૭૪ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. બાકીની રકમનોે ઉપયોગ  આગામી એકથી ચાર […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના પાંચ દર્દીઓએ કોરોનાને મહાત આપી

અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર બાદ આજે રજા અપાઈ છે. આ દર્દીઓએ કોરોનાને મહાત આપતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના […]

Continue Reading

રદ નહીં થાય પવિત્ર અમરનાથ યાત્રા, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

વર્ષ 20202માં થનારી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.   આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો […]

Continue Reading