દિલ્હીના કેટલાક વિસ્તારમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું-સ્થિતી સામાન્ય, શાંતિ જાળવો

દિલ્હીના તિલકનગર, હરિનગર, ખ્યાલા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસાની અફવા બાદ અફરા-તફરી મચી ગઈ છે. દુકાનો બંધ રહી છે અને લોકો આમતેમ ભાગી રહ્યાં છે. જનકપુરી નજીક ડાબરી વળાંકથી પણ અફરા તફરી મચી હોવાની માહિતી છે. DMRCએ ઉતાવળમાં તિલક નગર સિવાય નાંગલોઈ સ્ટેડિયમ, બદરપુર, તુગલકાબાદ, ઉત્તમનગર વેસ્ટ અને નવાદા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધાં. જો કે […]

Continue Reading

EPFOનાં 6 કરોડ સબસ્ક્રાઈબર્સને સરકાર તરફથી 5 માર્ચે મળશે મોટી ગિફ્ટ

કર્મચારી ભવિષ્ય નિધિ ભવન (EPFO)ના 6 કરોડ સબસ્ક્રાઈબર્સને કેન્દ્ર સરકાર ટુંક સમયમાં મોટી ગિફ્ટ આપી શકે છે. શ્રમ મંત્રાલય આ વાત પર વિચાર કરી રહ્યું છે કે પ્રોવિડન્ડ ફંડ ડિપોઝિટ પર વ્યાજ દરને 8.65 ટકા પર જ રાખવામાં આવે. સૂત્રોએ એજન્સી પીટીઆઈને એ જાણકારી આપી છે કે, જો આવું બને તો, સીધી રીતે 6 કરોડ […]

Continue Reading

કો-ઓપરેટિવ બેન્કોને RBIના નિયમો હેઠળ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

દેશની કો-ઓપરેટિવ બેન્કોની નબળાઇઓ દૂર કરવા માટે તમામ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્કના નિયમો હેઠળ લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે બેન્કિંગ નિયમોમાં સુધારો કરવા માટે જરુરી બિલ બજેટ સત્રમાં પસાર કરવામાં આવે એવી સંભાવનાઓ છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ આ નિયમની મદદથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં ઉદભવેલી સ્થિતિઓને ભવિષ્યમાં રોકી […]

Continue Reading

કેરળની સરકારી કોલેજોમાં ‘ભારત અમારો દેશ નથી’ના પોસ્ટર્સ લાગ્યા

દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાની અસર હવે દક્ષિણના રાજ્ય કેરળમાં જોવા મળી છે. અહિંની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવ્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ સક્રિય બની છે.  પોલીસના જણાવ્યા મુજબ કોલેજોની દીવાલ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યુ હતું કે ‘ભારત અમારો દેશ નથી.’ આ લખાણ સાથેના પોસ્ટરો કેરળની સરકારી કોલેજોમાં ચોંટાડવામાં આવ્યા […]

Continue Reading

વિશ્વ ઉમિયાધામ મંદિરની આજે સાંજે 4 વાગ્યે શિલાન્યાસ વિધિ, ગર્ભગૃહમાં 14 કિલો પંચધાતુ મિશ્રણથી શુદ્ધિકરણ

આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાશે. આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના […]

Continue Reading

કોરોના ફેલાયો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે, કિમ જોંગની અધિકારીઓને ધમકી

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર પાડોશી દેશ નોર્થ કોરિયામાં પણ જોવા મળી રહી છે. આખી દુનિયામાં આ વાયરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો 3000 સુધી પહોંચવા આવ્યો છે. આમાંથી 2835 મોત ચીનમાં જ થયા છે. જોકે વાયરસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગમાં ફફડાટ વ્યાપી ગયો છે. કિમ જોંગે પોતાના અધિકારીઓને ધમકી આપી છે કે, જો વાયરસ […]

Continue Reading

ગો એરની અ’વાદ-જયપુર ફ્લાઈટમાં કબૂતર ઉડ્યા, હોબાળો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના હતા તે સમયે અમદાવાદ એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું હતું. તે સમયે અમદાવાદના એરપોર્ટ પર સતત ફટાકડા ફોડીને પક્ષીઓને દૂર ભગાડવામાં આવતા હતા જેથી ફ્લાઈટને બર્ડ હિટ ના થઈ શકે. ટ્રમ્પ ગયા બાદ તંત્ર ફરી રાબેતા મૂજબ થઈ ગયું હોવાનો એક બોલતો પુરાવો તાજેતરમાં જોવા મળ્યો છે. ગો એરની […]

Continue Reading

ન્યૂઝીલેન્ડમાં હાફ સેન્ચુરી ફટકારનાર સચિન બાદ પૃથ્વી બીજો સૌથી યુવા ખેલાડી

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલ બે મેચની ટેસ્ટ સીરીઝના બીજા અને અંતિમ મુકાબલામાં પૃથ્વી શોએ આખરે હાફ સેન્ચુરી ફટકારી છે. તેણે 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી છે. તેણે પોતાની ઈનિંગમાં આઠ ફોર અને એક સિક્સ ફટકારી હતી. આ […]

Continue Reading

વિમેન્સ ટી20 વર્લ્ડ કપ: રાધા યાદવની ચાર વિકેટ, શ્રીલંકા સામે ભારતનો સાત વિકેટે વિજય

મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને પોતાનો વિજય રથ આગળ ધપાવ્યો છે. ત્રણ મુકાબલા જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ આજે શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં શ્રીલંકાએ પ્રથમ ટોસ જેતીને બેટિંગ લીધી હતી. ભારતીય બોલર્સના શ્રેષ્ઠ દેખાવને પગલે શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 113 રન જ કરી શકી હતી. રાધા […]

Continue Reading

વૈષ્ણોદેવી સર્કલ પાસે 431 ફૂટ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, 11 હજાર મહિલાઓ જ્વારા યાત્રામાં જોડાશે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાશે. આજે શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11 […]

Continue Reading