દિલ્હીના કેટલાક વિસ્તારમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું-સ્થિતી સામાન્ય, શાંતિ જાળવો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર
દિલ્હીના તિલકનગર, હરિનગર, ખ્યાલા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસાની અફવા બાદ અફરા-તફરી મચી ગઈ છે. દુકાનો બંધ રહી છે અને લોકો આમતેમ ભાગી રહ્યાં છે. જનકપુરી નજીક ડાબરી વળાંકથી પણ અફરા તફરી મચી હોવાની માહિતી છે. DMRCએ ઉતાવળમાં તિલક નગર સિવાય નાંગલોઈ સ્ટેડિયમ, બદરપુર, તુગલકાબાદ, ઉત્તમનગર વેસ્ટ અને નવાદા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધાં. જો કે 15 મીનીટ બાદ બધા મેટ્રો સ્ટેશન પૂર્વવત કરી દેવામાં આવ્યા.
દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ પંધવાએ કહ્યું કે, અમને પશ્ચિમ દિલ્હી, દક્ષિણ પૂર્વીય દિલ્હી, મદનપુર ખાદર, રાજૌરી ગાર્ડન, હરિનગર અને ખ્યાલાથી ફોન આવ્યા જેમાં લોકો ડરેલા છે. કૃપા કરી તેના પર વિશ્વાસ કરો નહી, આ સ્થાનો પર સ્થિતિ સામાન્ય છે. પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. દહેશત ફેલાવનારી વાતો પર વિશ્વાસ કરો નહી.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો  ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વચ્ચે દિલ્હી પોલીસે તેને અફવા ગણાવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે, કેટલાક અરાજક તત્વો અફવા ફેલાવી રહ્યાં છે. ડીસીપી વેસ્ટ એ ટ્વીટ કરી કહ્યું કે, ખ્યાલા, રઘુબીર નગર ટેંશનની અફવા છે, તેની પાછળ કોઈ સત્ય નથી. સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને શાંતિપૂર્ણ છે. દરેકન  શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવે છે.
સાઉથ ઈસ્ટ ડીસીપીએ પણ કહ્યું કે, આવી રહેલા કોલ્સની તપાસ કરવામાં આવી છે. ક્યાંય કોઈ પણ ઘટના નથી ઘટી. માત્ર અફવા છે. આવી બાબતોથી દૂર રહો. દિલ્હી પોલીસના પીઆરઓ રંધવાએ કહ્યું કે સમગ્ર શહેરમાં સ્થિતિ સામાન્ય છે. સિનિયર અધિકારી સ્થિતિ પર નજર રાખીને બેઠા છે. કેટલાક પૈનીક કોલ્સ પણ આવી રહ્યાં છે. હું દિલ્હીના લોકોને અપીલ કરું છું કે તેના પર ધ્યાન આપે નહી.