હોળી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડર સસ્તો થયો, સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 53 રૂપિયાનો ઘટાડો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હોળીના તહેવાર પહેલા સરકારે મોંઘવારીનો માર સહી રહેલી જનતાને ઘરેલું ગેસ સિલેન્ડરની કિંમતોમાં થોડી રાહત આપી દીધી છે. એટલે કે એક માર્ચથી કોઈપણ સબસિડી વાળો LPG સિલિન્ડર 805 રૂપિયા અને મુંબઈમાં 776 રૂપિયામાં મળશે. ગત વર્ષે ઓગસ્ટ બાદ આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે. આ પહેલા 6 મહિનામાં તેની કિંમતોમાં 6 વખત વધારો થઈ ચુક્યો છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ(IOCL)ના જણાવ્યા પ્રમાણે, રવિવારે લાગુ કરાયેલી નવી કિંમતો બાદ દિલ્હીમાં 14.2 કિલો સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવ 53 રૂપિયા ઓછા થઈ ગયા છે.

સરકાર વાર્ષિક 12 સિલિન્ડર પર સબસિડી આપે છે
હાલમાં કેન્દ્ર સરકાર દર વર્ષે 14.2 કિલોના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. 12થી વધારે સિલિન્ડર પર ગ્રાહકોને કિંમત ચુકવવી પડે છે. ગેસ સિલિન્ડરની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. ઘરેલું ગ્રાહકો પ્રત્યે સિલિન્ડર લગભગ 154 રૂપિયાની સબસિડી આપે છે. 20 ફેબ્રુઆરી પહેલા 14.2 કિલોના સિલિન્ડર પર 153.86 રૂપિયા આપવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે તેને વધારીને 291.48 રૂપિયા કરવાની વાત કહી હતી. સાથે જ વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ મળનારી સબસિડી 174.48 રૂપિયાથી વધારીને 312.48 પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.