ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં નવસારીના મૌલવી પર આતંકીએ ગોળીઓ વરસાવતા મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહેવાસી એવા બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતકો પૈકી લુહારાના રહેવાસી હાફીઝ મુસા પટેલ તો મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં. મોડી સાંજે નમાજ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી. ગુજરાતના ઘણા લોકો આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો પણ ભોગ બન્યા છે. બ્રશ ફાયરિંગમાં 50થી વધુના મોત નિપજ્યા હતાં. આ ઘટનાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. મસ્જિદના ખૂણેખૂણામાં ફરી નમાજીઓને ગોળી મારવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં જીવંત પ્રસારિત કરવાની આ માનસિકતા વધુ વહેસી હતી.