શ્રીસંત માટે ખુશખબરી. આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

ખેલ-જગત મુખ્ય સમાચાર

IPL સ્પૉટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંતની અરજી પર સુપ્રીમ કૉર્ટે શુક્રવારનાં રોજ પોતાના ચુકાદો સંભળાવ્યો. શુક્રવારની સવાર શ્રીસંત માટે ખુશખબરી લઇને આવી. IPLમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બૈન હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ સુપ્રીમ કૉર્ટે BCCIને 3 મહિનાની અંદર આ સમગ્ર મામલે પોતાનો રીપોર્ટ સોંપવાનું કહ્યું છે.