ટુંકાગાળામાં ગુજરાત પોલીસ અધિકારીઓની આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે, પોલીસની અનિયમિત જીંદગી અને કામના દબાણને કારણે ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીઓ માનસિક રોગનો ભોગ બની રહ્યા છે. પોલીસની નોકરીમાં હથિયાર હાથવગુ હોવાને કારણે તેમને આત્મહત્યા કરવામાં વખત લાગતો નથી. અગાઉ અમદાવાદ અને વડોદરાના પોલીસ સબઈન્સપેકટરો આત્મહત્યા કરી ચુંક્યા છે, હવે શુક્રવારના રોજ વડોદરાના સયાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર હસમુખ પરમાર એ પોતાના શરિર ઉપર કેરોસીન છાંટી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે 60 ટકા દાઝી ગયા છે.

