વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમમાં તેમના શરીર પર ચાકૂના સાત ઘા મળ્યા છે. વાયએસઆરસીપી દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યુ છે કે પોસ્ટમોર્ટમના પ્રારંભિક નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યુ છે કે વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેમના શરીર પર કોઈ ધારદાર વસ્તુથી સાત વખત વાર કરવામાં આવ્યા હતા.

